નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આજે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) 2022 માટેની ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ ઓફિશિયલ વેબસાઈટ neet.nta.nic.in પર જઈને ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ ઓબ્જેક્શનને રિવ્યૂ કર્યા બાદ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે. નીટ 2022 પરિણામમાં નંબરની ગણતરી એનટીએ દ્વારા ફાઈનલ આન્સર કીના આધારે કરવામાં આવશે. આ વર્ષે 18.72 લાખ ઉમેદવારોએ એન્ટ્રન્સ ટેસ્ટમાં ભાગ લીધો હતો.
નીટ-યુજી પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવી હતી. નીટ-યુજીની ફરીથી પરીક્ષા 4 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. નીટ-યુજી પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામની સાથે સાથે નીટ ટોપર્સનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. નીટ કટ-ઓફ માટે ક્વોલિફાય કરનારા ઉમેદવાર નીટ કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે નીટ-યુજી ફાઈનલ આન્સર કીને પીડીએફ ફાઈલમાં ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આન્સર કી ડાઉનલોડ કરવા માટે લોગિન ક્રેંડેંશિયલની જરૂર રહેશે નહીં.
પહેલી વખત એનટીએ એ ઓએમઆર શીટના મૂલ્યાંકન માટે નવી પ્રોસેસ શરૂ કરી છે. આ પ્રોસેસ હેઠળ ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે નીટ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની ઓએમઆર આન્સર શીટને બનાવટી રોલ નંબર અસાઇન કરવામાં આવ્યા હતા. નીટ યુજી રિસ્પોન્સ શીટનું મૂલ્યાંકન સોફ્ટવેર દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોએ કોમ્પ્યુટરમાં મૂલ્યાંકન ફીડ કરવું. પરિણામ સિવાય કટ-ઓફ સ્કોર્સ અને ટોપર્સના નામ પણ નીટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાનની તનિષ્કા 9.93 લાખ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ટોપ પર રહી છે. રાજધાની દિલ્હીના વત્સ આશિષ બત્રા બીજા અને કર્ણાટકના હૃષિકેશ નાગભૂષણ ત્રીજા નંબરે રહ્યા હતા. તનિષ્કાએ કોટાથી નીટની તૈયારી કરી હતી. ખાસ વાત એ છે કે આ વર્ષે તનિષ્કાએ જેઈઈ મેઈનની પરીક્ષા પણ આપી હતી અને તેમાં તેણે 99.50 ટકા માર્ક્સ મેળવ્યા હતા.