AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Toppers 2022 : રાજસ્થાનની તનિષ્કા ટોપ, JEE માં પણ સફળતા મળી

તનિષ્કાએ કોટાથી NEETની તૈયારી કરી હતી. ખાસ વાત એ છે કે આ વર્ષે તનિષ્કાએ JEE મેઈનની પરીક્ષા પણ આપી હતી અને તેમાં તેણે 99.50 ટકા માર્ક્સ મેળવ્યા હતા. ગુજરાતમાંથી

NEET Toppers 2022 : રાજસ્થાનની તનિષ્કા ટોપ, JEE માં પણ સફળતા મળી
Students going to take the exam (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 9:22 AM
Share

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાનની તનિષ્કા 9.93 લાખ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ટોપ પર રહી છે. રાજધાની દિલ્હીના વત્સ આશિષ બત્રા બીજા અને કર્ણાટકના હૃષિકેશ નાગભૂષણ ત્રીજા નંબરે રહ્યા હતા. તનિષ્કાએ કોટાથી NEETની તૈયારી કરી હતી. ખાસ વાત એ છે કે આ વર્ષે તનિષ્કાએ JEE મેઈનની પરીક્ષા પણ આપી હતી અને તેમાં તેણે 99.50 ટકા માર્ક્સ મેળવ્યા હતા.

તનિષ્કા સાતથી આઠ કલાક અભ્યાસ કરતી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NEET ટોપર તનિષ્કાના પિતા સરકારી સ્કૂલમાં ભણાવે છે. જ્યારે તનિષ્કાની માતા એક સરકારી શાળામાં શિક્ષીકા છે. તનિષ્કા કહે છે કે સ્કૂલ અને કોચિંગ સિવાય તે દરરોજ સાતથી આઠ કલાક ઘરે અભ્યાસ કરતી હતી. તનિષ્કાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે.

ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1.17 લાખ ઉમેદવારો પાસ થયા છે

મેડિકલની પ્રવેશ પરીક્ષામાં 17.64 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1.17 લાખ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી 1.13 લાખ અને રાજસ્થાનમાંથી 82,548 ઉમેદવારો પાસ થયા છે. ભારતના 497 શહેરો અને દેશ બહારના 14 શહેરોના 3,570 કેન્દ્રો પર 17 જુલાઈએ યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં લગભગ 95 ટકા હાજરી હતી. આ પરીક્ષા 13 ભાષાઓ આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવામાં આવી હતી.

NEET-UG પરીક્ષા પ્રથમ વખત અબુ ધાબી, બેંગકોક, કોલંબો, દોહા, કાઠમંડુ, કુઆલાલંપુર, લાગોસ, મનામા, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપોર અને દુબઈ અને કુવૈત સિટીમાં લેવામાં આવી હતી.

NEET ના ટોપ 10 ટોપર્સની યાદી તપાસો

  • રાજસ્થાન- તનિષ્કા 715 માર્ક્સ
  • દિલ્હી NCT VTS – આશિષ બત્રા 715
  • કર્ણાટક – હૃષીકેશ નાગભૂષણ ગાંગુલી – 715
  • તેલંગાણા- ઈરાબેલી સિદ્ધાર્થ રાવ- 711
  • મહારાષ્ટ્ર- ઋષિ વિનય બાલસે- 710
  • પંજાબ – અર્પિત નારંગ – 710
  • ગુજરાત-જીલ વિપુલ વ્યાસ- 710
  • J&K- હાજીક પરવેઝ- 710
  • પશ્ચિમ બંગાળ – સાયંતની ચેટર્જી – 710

આગામી બે વર્ષ માટે NEET અને JEE ને CUET સાથે લિંક કરવાની કોઈ યોજના નથી

દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, JEE, એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા અને NEET, મેડિકલ પ્રવેશ પરીક્ષાને યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) સાથે જોડવાની કોઈ યોજના નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ જગદીશ કુમારે ગયા મહિને કહ્યું હતું કે JEE અને NEETને ભવિષ્યમાં CUET સાથે મર્જ કરવામાં આવશે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">