IIM બેંગ્લોરએ શરૂ કર્યો નવો પ્રોગ્રામ, તમે પણ લીડરશીપ શીખવા માંગો છો તો કરો અપ્લાય

IIM બેંગ્લોરે મેનેજર, મિડ-સિનિયર અને સિનિયર લીડર માટે નેતૃત્વ કોચિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ 9 મહિનાના સમયગાળાનો પાર્ટ ટાઈમ પ્રોગ્રામ હશે. જેમાં કોચિંગ સ્કિલમાં સુધારો કરવામાં આવશે. આ પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. આ કાર્યક્રમ 1 એપ્રિલથી શરૂ થશે અને 11 ડિસેમ્બર સુધી ચાલશે.

IIM બેંગ્લોરએ શરૂ કર્યો નવો પ્રોગ્રામ, તમે પણ લીડરશીપ શીખવા માંગો છો તો કરો અપ્લાય
IIM Bangalore
Follow Us:
| Updated on: Feb 17, 2024 | 10:28 AM

IIM બેંગ્લોર મેનેજરો, મિડ-સિનિયર અને સિનિયર લીડર માટે લીડરશિપ કોચિંગમાં પ્રમાણપત્ર કાર્યક્રમ સાથે આવી રહ્યું છે. આ 9 મહિનાના સમયગાળાનો પાર્ટ-ટાઈમ પ્રોગ્રામ હશે, જે ખાસ કરીને મેનેજરો અને નેતાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેઓ તેમની કોચિંગ સ્કિલને સુધારવા માંગે છે.

IIM બેંગલુરુ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોગ્રામ મેનેજર અને લીડર્સને તેમની ટીમોમાં પ્રેરણા અને ક્ષમતાઓને સુધારવામાં, સ્થિતિસ્થાપકતા વધારવા અને ઉચ્ચ પ્રદર્શન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. આ પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. આ કાર્યક્રમ 1 એપ્રિલથી શરૂ થશે અને 11 ડિસેમ્બર સુધી ચાલશે. ચાલો જાણીએ કે આપણે લીડરશિપ કોચિંગ પ્રોગ્રામમાં શું શીખવવામાં આવશે.

પ્રોગ્રામમાં તમે શું શીખશો?

લીડરશિપ કોચિંગ પ્રોગ્રામને ત્રણ મોડ્યુલમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ મોડ્યુલ કોચિંગના સાર અને વ્યક્તિગત પ્રભાવશીલતાને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજું મોડ્યુલ કોચિંગ સ્કિલની પ્રેક્ટિસ અને વિસ્તાર પર ધ્યાન આપશે, જ્યારે અંતિમ મોડ્યુલ સહભાગીઓ તેમના ‘કોચિંગ મસલ્સ’ને વ્યવહારિક રીતે બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ કોર્સ IIM બેંગ્લોરના કેમ્પસમાં અને ઓનલાઈન કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ સત્રો અને કેસ સ્ટડીઝ દ્વારા, સહભાગીઓ લીડરશિપ કોચિંગની વાસ્તવિક દુનિયાની જટિલતાઓની ઊંડી સમજ મેળવશે. આ ઉપરાંત તેમને સમાન વિચાર ધરાવતા વ્યાવસાયિકો સાથે તેમનું નેટવર્ક વિસ્તારવાની તક પણ મળશે.

પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી તમને શું મળશે?

સહભાગીઓને લીડરશિપ કોચિંગની ટ્રેનિંગ IIM બેંગ્લોરના નિષ્ણાંતો અને લીડરશિપ ધેટ વર્ક્સ (LTW)ના કોચ પાસેથી મેળશે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી સહભાગીઓને IIMB EEP ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો દરજ્જો આપવામાં આવશે. વધુમાં આ પ્રમાણપત્ર કોર્સ તેમને ICF પ્રમાણિત ACC-લેવલની કોચ માન્યતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. કાર્યક્રમની ફી 7 લાખ 40 હજાર રૂપિયા છે.

‘કોચિંગ આધારિત લીડરશિપ કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવશે’

કર્મચારીઓ અને ટીમોને કોચિંગ આપવું એ એક મહત્વપૂર્ણ મેનેજમેન્ટ અને લીડરશિપ સ્કિલ છે. પ્રોગ્રામ ડાયરેક્ટર પ્રોફેસર દેબોલીના દત્તાએ જણાવ્યું હતું કે, “કોર્સ સહભાગીઓને તેમની સંસ્થાઓમાં કોચિંગ-આધારિત લીડરશિપ કલ્ચર બનાવવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.”

ચીફ પ્રોગ્રામ ઓફિસર પાર્થસારથી એસએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ મેનેજરો અને લીડરો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જેઓ તેમની કોચિંગ સ્કિલને વધારવા અને તેમની ટીમની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા માંગે છે. ‘એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે, IIM બેંગ્લોર ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે અને અમને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ સહભાગીઓના પ્રોફેશનલ અને પર્સનલ ડેવલોપમેન્ટમાં કામ આવશે.’

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">