Head Constable Recruitment 2022: હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ITBP માં ભરતી, 12મું પાસ ઉમેદવાર કરી શકશે અરજી

જો તમે પોલીસમાં જોડાવા માંગતા હોવ તો તમારા માટે આ યોગ્ય તક છે. ITBPમાં (ITBP vacancies) ભરતી થવા જઈ રહી છે. જેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Head Constable Recruitment 2022: હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ITBP માં ભરતી, 12મું પાસ ઉમેદવાર કરી શકશે અરજી
Police Job
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 7:22 PM

ITBP Recruitment 2022: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, ITBP એ હેડ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. સરકારી નોકરીની તૈયારી કરીને પોલીસમાં જોડાવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સુવર્ણ તક છે. અરજીની પ્રક્રિયા (Head Constable Recruitment) ચાલી રહી છે, બધા ઉમેદવારો કે જેઓ પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા હોય તેઓ સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 8મી જૂન 2022થી શરૂ થશે. હાલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ નથી. અરજી કરવાની છેલ્લી તારીખ 7મી જુલાઈ 2022 છે. આ ભરતી (Sarkari Naukri) સંબંધિત વધુ માહિતી આગળ આપવામાં આવી છે.

આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 286 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં હેડ કોન્સ્ટેબલની 158 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ LDCEની 90, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની 21 જગ્યાઓ અને ASI સ્ટેનોની 17 જગ્યાઓ છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને સૂચનામાં આપવામાં આવેલી પાત્રતા તપાસવાની સલાહ આપવામાં આવે છે. અયોગ્ય ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં. ભરતી માટેની સૂચના લિંક નીચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત ( ITBP Recruitment Eligibility)

આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો 12મું પાસ હોવું જોઈએ. ઉપરાંત, હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે, અંગ્રેજી અને હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતો માટે ભરતી સૂચના જુઓ.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ઉંમર મર્યાદા (Age Limit)

આ પોસ્ટ્સ માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. જો કે LDC પોસ્ટ્સ માટે તે 35 વર્ષ છે. હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને ₹ 25500 થી ₹ 81900 સુધીનો માસિક પગાર આપવામાં આવશે. બીજી તરફ, SI કોન્સ્ટેબલની પોસ્ટ માટે, તે 29200 રૂપિયાથી 93200 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ITBP હેડ કોન્સ્ટેબલ 2022 ભરતી: પસંદગી પ્રક્રિયા

ITBP પસંદગી પ્રક્રિયા PET/PST, લેખિત કસોટી, કૌશલ્ય પરીક્ષણ, દસ્તાવેજીકરણ અને તબીબી પરીક્ષણ સાથે કરવામાં આવશે. અરજી ફી રૂ. 100 છે અને ફીમાં સ્ત્રી/SC/ST/ESM ઉમેદવારો માટે મુક્તિ છે.

હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 સૂચના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">