‘ભૂત ભગાડતા’ શિખવાડશે BHU, આ કોર્સ આ વર્ષે શરૂ થઈ રહ્યો છે, અહીં જાણો વધુ માહિતી

બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલ ભૂત વિદ્યા કોર્સ (Bhoot Vidya Vigyan course) નો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો છે. તેનો અભ્યાસ શરૂ કરવા માટે તેને વર્ષ 2019 માં સંસદની મંજૂરી પણ મળી ચૂકી છે.

'ભૂત ભગાડતા' શિખવાડશે BHU, આ કોર્સ આ વર્ષે શરૂ થઈ રહ્યો છે, અહીં જાણો વધુ માહિતી
Banaras Hindu University file photo
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 16, 2021 | 11:05 PM

અભ્યાસ અને માહોલને લઈને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) નું નામ લેવામાં આવે છે. દરમિયાન, આ વર્ષે શરૂ થનારી ‘ભૂત વિદ્યા કોર્સ’ (Bhoot Vidya) અંગે વિદ્યાર્થીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2019 માં, એકેડેમિક કાઉન્સિલ દ્વારા યુનિવર્સિટી તરફથી આ કોર્સ માટે લીલી ઝંડી આપી હતી. આ પછી, એડમિસન પૂરું ના થયું અને કોરોના મહામારીને કારણે લોકડાઉન થવાને કારણે, તે શરૂ થઈ શક્યું નહીં.

BHU દ્વારા શરૂ કરવામાં આવેલ આ કોર્સ આંતરરાષ્ટ્રીય પરવાનગી સાથે શરૂ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ કોર્સ(Bhoot Vidya) માં 7 બેઠકો નક્કી કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે સમય પ્રમાણે બેઠકોની સંખ્યામાં વધારો કરી શકાય છે. આ કોર્સ માટે, BHU દ્વારા સિલેબસ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અંતિમ કાર્યવાહીની રાહ જોઇ રહ્યા છે.

આયુર્વેદની 8 વિદ્યાઓમાંની એક

ભૂત વિદ્યા કોર્સ (Bhoot Vidya Vigyan course) અંગે યુનિવર્સિટી કહે છે કે આ અભ્યાસક્રમ આયુર્વેદના 8 મુખ્ય વિદ્યાઓમાંનો એક છે. અભ્યાસની સાથે પ્રેક્ટિકલ ટેસ્ટ, ફાઇનલ ટેસ્ટ અને સર્ટિફિકેટ ટેસ્ટ પણ લેવામાં આવશે. આ કોર્સમાં જાહેરાત જાહેર થયા બાદ વિદેશથી બે ડઝનથી વધુ રુચિ ધરાવતા સ્ટુડન્ટ્સે અરજીઓ કરી. તેમાંથી સાત વિદ્યાર્થીઓની પસંદગી પણ કરવામાં આવી છે.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

BHUની આયુર્વેદ ફેકલ્ટીમાં આ કોર્સ માટે અલગ વર્ગો બનાવવામાં આવશે. આમાં, જુલાઈ 2020 માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાની હતી. 2020 માં લોકડાઉન થવાને કારણે, આ કોર્સને વિલંબ સાથે શરૂ કરવામાં આવશે. જો કે, આ ક્ષણે આ કોર્સ મુલતવી રાખવામાં આવ્યો છે. તેનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

આ મામલો સંસદમાં પણ ચર્ચાયો

ભૂત વિદ્યાને અધ્યયનનો ભાગ બનવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. તેનો અભ્યાસ શરૂ કરવા માટે તેને સંસદમાં 2019 માં મંજૂરી આપવામાં આવી છે. આ કોર્સનું ફોર્મેટ સંસદની મંજૂરી બાદ તૈયાર કરાયું છે. આ અભ્યાસક્રમ આયુર્વેદના 8 ભાગોનો ભાગ છે. આયુર્વેદના 8 ભાગો કાયા ચિકિત્સા, બાળ ચિકિત્સા, શસ્ત્રક્રિયા, શાલક્ય એટલે કે નાક, કાન, ગળાના રોગ, અગદત્તેજ, રસાયણ, ભૂત વિદ્યા (Ghost Science) અને બાજિકરણ વિદ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">