શું Mukesh Ambani પણ ટોપ 10 અમીરોની યાદીમાંથી બહાર થઈ જશે, તેમની સંપત્તિમાં ઘટાડો થયો?

હાલમાં મુકેશ અંબાણીની સંપત્તિ 81.7 અબજ ડોલર છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતથી પહેલા બે મહિના દરમિયાન તેની નેટવર્થમાં લગભગ $5.38 બિલિયનનો ઘટાડો થયો છે.

શું Mukesh Ambani પણ ટોપ 10 અમીરોની યાદીમાંથી બહાર થઈ જશે, તેમની સંપત્તિમાં ઘટાડો થયો?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 6:43 PM

તાજેતરમાં, વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ઝડપથી ફેરફાર થયો છે. જો આપણે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની વર્તમાન યાદી પર નજર કરીએ તો આ યાદી અનુસાર વિશ્વના ટોપ-10 સૌથી અમીર લોકોની યાદીમાં માત્ર એક ભારતીયનો સમાવેશ થાય છે. એટલે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી. આ સાથે જ અંબાણી પર પણ આ યાદીમાં ટોપ-10 માંથી બહાર થવાનો ખતરો છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો છે ઘટાડો

બ્લૂમબર્ગની આ યાદી અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ હાલમાં 81.7 અબજ ડોલર છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતથી પહેલા બે મહિના દરમિયાન તેની નેટવર્થમાં લગભગ $5.38 બિલિયનનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં 11માં સ્થાને રહેલા સેર્ગેઈ બ્રિનની સંપત્તિ હાલમાં $ 80.7 બિલિયન છે. છેલ્લા બે મહિનામાં તેમની સંપત્તિમાં $1.31 બિલિયનનો વધારો થયો છે. તે ઈન્ડેક્સમાં કોઈપણ સમયે ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી શકે છે.

ગૌતમ અદાણી ઝડપથી નીચે આવ્યા

બીજી તરફ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી કે જેઓ અગાઉ યાદીમાં ટોપ-3માં રહ્યા હતા તેમની સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે હાલમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 30મા સ્થાને પહોંચી ગયો છે. વર્ષની શરૂઆતથી પ્રથમ બે મહિનામાં તેમની સંપત્તિમાં $80.6 બિલિયનનો ઘટાડો થયો છે. તેની પાછળનું કારણ અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ છે.

સાનિયા અને શમીના નામનો અર્થ શું?
ચોમાસામાં કપલ માટે બેસ્ટ છે આ સ્થળ, જુઓ ફોટો
લખી લો…આ રેકોર્ડ ક્યારેય નહીં તૂટે
આ 5 શેરો આજે ફરી બન્યા રોકેટ , સ્ટોક પ્રાઇસમાં થયો 20% સુધીનો વધારો, રોકાણકારો બન્યા માલામાલ
Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
ફ્રિઝરમાં વધારે પડતો જામી જાય છે બરફ? તો બસ આટલું કરી લો

24 જાન્યુઆરીએ આવેલા હિન્ડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ સંબંધિત છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ ગ્રુપ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો છે. હવે જ્યારે આ રિપોર્ટ આવ્યાને એક મહિનો થઈ ગયો છે, તો તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની માર્કેટ મૂડીમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. દરમિયાન, ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ ટોચ પર છે, ત્યારબાદ ટ્વિટરના વડા એલોન મસ્ક છે.

આ પણ વાંચો : ભારત અને બ્રિટન વચ્ચે વેપાર સરળ બનશે, ફ્રિ ટ્રેડ કરાર પર ટૂંક સમયમાં થઈ શકે છે સમજૂતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">