Ahmedabad Video : ડ્રગ્સનું દૂષણ હવે હોસ્પિટલો સુધી પહોંચ્યું, SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ લેતા ઝડપાયા છે. અમદાવાદમાં ડ્રગ્સનું સેવન હોસ્પિટલ સુધી પહોચ્યું છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jun 18, 2024 | 2:29 PM

ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ લેતા ઝડપાયા છે. અમદાવાદમાં ડ્રગ્સનું સેવન હોસ્પિટલ સુધી પહોચ્યું છે.

અમદાવાદમાં આવેલી  SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ચકચાર મચી છે. સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ SVPમાં આવીને ડ્રગ્સ લેતો ઝડપાયો છે. સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી અનુસાર સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ છેલ્લા ઘણા દિવસોથી SVP હોસ્પિટલમાં આવતો હતો. મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે.

બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠા પરથી બિનવારસી ડ્રગ્સ અને ચરસના કરોડોના જથ્થા જપ્ત થઈ રહ્યા છે. તો અહીં મોટો સવાલ એ થાય કે રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા ડ્રગ્સ આવ્યો ક્યાંથી ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">