વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા એરપોર્ટ તંત્ર થયુ દોડતું- જુઓ Video

અમદાવાદ એરપોર્ટ બાદ વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 3:30 PM

અમદાવાદ એરપોર્ટ બાદ વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ છે. ધમકી ભર્યા મેઈલ મળતા એરપોર્ટ તંત્ર દોડતુ થયુ છે. સ્થાનિક પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ CISF દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જો કે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે અને તંત્ર દોડતુ થયુ છે.

અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની મળી હતી ધમકી

આ અગાઉ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ- મેઈલ મળ્યો હતો. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતુ.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">