ફ્રિઝરમાં વધારે પડતો જામી જાય છે બરફ? તો બસ આટલુ કરી લો

18 June 2024 

Image - Socialmedia

ઉનાળો હોય કે શિયાળો, રેફ્રિજરેટરનો ઉપયોગ દરેક સિઝનમાં થાય છે. પાણી ઠંડું કરવાથી લઈને શાકભાજી સાચવવા સુધી લોકો તેનો ઉપયોગ કરે છે

Image - Socialmedia

પણ તમે સાંભળ્યુ હશે રેફ્રિજરેટરમાં  ઘણી વખત વધારે બરફ જામી જતો હોય છે. જેને સાફ કરવામાં હાલાકી થાય છે

Image - Socialmedia

સામાન્ય રીતે જૂના રેફ્રિજરેટરમાં આવું થાય છે, પરંતુ કેટલીકવાર તાપમાન ન જાળવવાના કારણે  આ સમસ્યા થવા લાગે છે.

Image - Socialmedia

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને ફ્રિઝરમાં વારંવાર જામી જતા બરફને અટકાવવા માંગો છો તો બસ આટલું કરી લો 

Image - Socialmedia

ફ્રીજ અને ફ્રિઝરને વાંરવાર ન ખોલો, તેને ખોલતા તેમા ગરમ હવા એન્ટર થાય છે, જે ઠંડી હવા સાથે સંયોજિત થઈ ભેજ ઉત્પન્ન કરે છે અને બરફ બનાવે છે

Image - Socialmedia

જો ફ્રિઝરમાં ઘણો બરફ જમા થઈ રહ્યો છે, તો તેનું તાપમાન -18 ડિગ્રી ફેરનહીટ પર સેટ કરો. જો તમારું ફ્રિઝર આ તાપમાનથી ઉપર સેટ છે, તો તેને ડાઉન કરો.

Image - Socialmedia

ફ્રિઝરમાં બરફ જમા થતો અટકાવવા માટે,તેમાં વધારે વસ્તુઓથી ભરેલી રાખો. વાસ્તવમાં, ફ્રિઝરમાં જેટલી વધુ જગ્યા હોય છે, તેટલો વધુ તેમાં ભેજ ઉત્પન્ન થાય છે અને બરફ બને છે

Image - Socialmedia

નિયમિત રીતે મહિનામાં એકવાર ફ્રીજ અને ફ્રિઝરની સાફ-સફાઈ જરુર કરો 

Image - Socialmedia

ફ્રીજની પાછળની બાજુ પર એક ટ્યુબ હોય છે જે પાણીને બહાર કાઢવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો આ પાઈપ ભરાઈ જાય તો તમારા ફ્રિઝરમાં બરફ જમા થવા લાગે છે

Image - Socialmedia