Navsari Video : આમિર ખાનના પુત્ર જુનેદની ફિલ્મ ‘મહારાજ’નો વિરોધ બન્યો ઉગ્ર, નવસારી કલેક્ટરને આવેદન આપી રિલિઝ અટકાવવા કરાઈ માગ
નવસારીમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ સાથે મળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને ફિલ્મ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.
દેશમાં કેટલીક ફિલ્મોના કારણે વિવાદ સર્જાયો હોવાની ઘટના ભૂતકાળમાં બની છે. જેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ. એવામાં ફરી એકવાર એક ફિલ્મને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આમીર ખાનનો પુત્ર જુનેદ ખાન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ મહારાજના કારણે વૈષ્ણવ સંપ્રદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાયી છે.
નવસારીમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ સાથે મળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને ફિલ્મ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ તરફ જુનાગઢમાં પણ મહારાજ ફિલ્મ પર પ્રતિબંધની માગ સાથે વૈષ્ણવો અને સનાતન પ્રેમીઓ ઉમટી પડ્યા અને ફિલ્મના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. પંચમહાલના ગોધરામાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને પ્રતિબંધની માગ કરી છે.
