કેમ સતત ગગડી રહ્યો છે સરકારી સ્ટોક? ત્રણ દિવસ લોઅર સર્કિટ સુધી પટકાયા બાદ હવે 2 કરોડ શેર માટે ખરીદાર મળી રહ્યા નથી
IREDA Stock Fall : છેલ્લા ત્રણ દિવસથી IREDAના શેર 5-5%ની લોઅર સર્કિટ સુધી પટકાઈ રહ્યા છે. આ પહેલા તે સતત તેજી સાથે 52 અઠવાડિયાના ઉપલા સ્તરે પહોંચી ગયો હતો. હવે તેના શેરમાં સતત ઘટાડાને જોતા કોઈ આ શેર ખરીદવા તૈયાર નથી. 2 કરોડથી વધુ શેર વેચાણના ઓર્ડર પર છે.
IREDA Stock Fall : છેલ્લા ત્રણ દિવસથી IREDAના શેર 5-5%ની લોઅર સર્કિટ સુધી પટકાઈ રહ્યા છે. આ પહેલા તે સતત તેજી સાથે 52 અઠવાડિયાના ઉપલા સ્તરે પહોંચી ગયો હતો. હવે તેના શેરમાં સતત ઘટાડાને જોતા કોઈ આ શેર ખરીદવા તૈયાર નથી. 2 કરોડથી વધુ શેર વેચાણના ઓર્ડર પર છે. શુક્રવારે IREDAનો શેર 5 ટકા ઓવર સર્કિટ સાથે રૂપિયા 179.60 પર હતો. છેલ્લા ત્રણ દિવસમાં તેના શેરમાં લગભગ 13 ટકાનો ઘટાડો થયો છે.
IREDA શેરનું 52 સપ્તાહનું ઊંચું સ્તર શેર દીઠ રૂપિયા 214.80 છે જ્યારે 52 સપ્તાહનું નીચું સ્તર રૂપિયા 50 પ્રતિ શેર છે. નોંધનીય છે કે કંપની ગયા વર્ષે નવેમ્બરમાં આઈપીઓ લઈને આવી હતી અને 29 નવેમ્બરે તેના શેર શેરબજારમાં 60 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂપિયા 30 થી રૂપિયા 32 પ્રતિ શેર હતી.
બે મહિનામાં ત્રણ ગણો નફો આપ્યો
શેરબજારમાં લિસ્ટ થયા પછી IREDA શેર્સએ બે મહિનામાં ત્રણ ગણું વળતર આપ્યું છે. રૂપિયા 60ના ભાવથી આ સ્ટોક બે મહિનામાં રૂપિયા 214 પર પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે લગભગ 250 ટકા વળતર આપ્યું હતું. તેણે એક મહિનામાં 70 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જોકે, પાંચ દિવસ દરમિયાન તેમાં 12.30%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. IREDA નો ઇક્વિટી રેશિયો 35.67 ટકા છે.
IREDA શેર માટે ખરીદદારો મળી રહ્યા નથી
છેલ્લા ત્રણ દિવસથી IREDAના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે બાદ રોકાણકારો તેના શેર વેચવામાં વ્યસ્ત છે પરંતુ કોઈ ખરીદનાર નથી મળી રહ્યો. લગભગ 2 કરોડ શેર વેચાણ માટે પેન્ડિંગ ઓર્ડર પર છે.
શું તમે પણ ચિંતાતુર છો?
જો તમે તેના શેર 200 રૂપિયા કે તેથી વધુ કિંમતે ખરીદ્યા હોય તો અત્યાર સુધીમાં તમને મોટું નુકસાન થયું હશે. IREDAના શેર અંગે હજુ એ સ્પષ્ટ નથી કે તેની લોઅર સર્કિટ ક્યારે અટકશે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.