મેડિક્લેમ અને હેલ્થ ઈન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત છે? જાણો તમારા માટે શું બેસ્ટ છે
લોકો મેડિક્લેમ પોલિસી અને હેલ્થ ઈન્સ્યોરન્સને એક સરખું જ માને છે. પરંતુ તે બંને વચ્ચે તફાવત છે. તેથી જ પોલિસી ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
લગભગ દરેક લોકો મેડિક્લેમ (Mediclaim) પોલિસી અને હેલ્થ ઈન્સ્યોરન્સને (Health Insurance) એક સરખું જ માને છે. પરંતુ તે બંને વચ્ચે તફાવત છે. તમે જ્યારે ક્લેમ કરો છો ત્યારે ખબર પડે છે કે, તેમણે તો મેડિક્લેમ લીધો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલો ખર્ચ જ પરત મળશે. તેથી જ પોલિસી ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
મેડિક્લેમ શું છે?
મેડિક્લેમ એ એક હેલ્થ પોલિસી છે જે કોઈપણ હેલ્થ ઈમરજન્સીની સ્થિતિમાં આરોગ્ય ખર્ચને ઉઠાવે છે. વીમા કંપની હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીના સારવારનો તમામ ખર્ચ ચૂકવે છે. જો તમારી પાસે મેડિક્લેમ હોય, તો તમે ખર્ચની ચૂકવણી કરવા માટે તમારા બીલ વીમા કંપનીને સબમિટ કરી શકો છો. આ ઉપરાંત તમે મેડિક્લેમ પોલિસીમાં કેશલેસનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, જેમાં વીમા કંપની હોસ્પિટલને સીધા જ બીલની ચૂકવણી કરે છે.
હેલ્થ ઈન્સ્યોરન્સ શું છે?
હેલ્થ ઈન્સ્યોરન્સ મેડિકલ અને સર્જીકલ બંનેને કવર કરે છે. આ ઉપરાંત તેમાં કેશલેસ સારવારની પણ સુવિધા મળે છે. તમે બીમાર પડો છો તો હોસ્પિટલમાં દાખલ થવાનો અને દવાઓનો ખર્ચ ઉઠાવવો પડતો નથી. વીમા કંપની તમારી પોલિસીની શરતો મૂજબ તમામ ખર્ચ ઉઠાવે છે.
મેડિક્લેમ અને હેલ્થ ઈન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત
1. હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ
મેડિક્લેમ પોલિસી હોસ્પિટલમાં દાખલ થવા સુધીના તમામ ખર્ચને આવરી લે છે. આ પોલિસી કોઈ વિશેષ રોગની સારવારને આવરી લે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ લગભગ તમામ રોગોની સારવારના ખર્ચને આવરી લે છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવાના ઘણા દિવસો પહેલા અને પછીના ખર્ચનો સમાવેશ થાય છે. મેડિક્લેમમાં અન્ય ખર્ચ આવરી લેવામાં આવતા નથી.
2. બીમારી માટે એડ ઓન અથવા કવર કરવું
હેલ્થ ઈન્સ્યોરન્સમાં પોલિસી ધારક જરૂરિયાતો મૂજબ વિશેષ રોગ માટે એડ ઓન અથવા કવર ઉમેરી શકે છે. ઉદાહરણ તરીકે, ગંભીર બીમારી માટે, ગર્ભાવસ્થા માટે, કેન્સર માટે. મેડિક્લેમમાં આવું કોઈ કવર અલગથી ઉમેરી શકાતું નથી.
આ પણ વાંચો : Jio Financial ના શેર ચોથા દિવસે પણ ધડામ, MCap માં 31200 કરોડનો ઘટાડો, હવે RIL AGM પર રોકાણકારોની નજર
3. વીમા મર્યાદા
મેડિક્લેમમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ 5 લાખથી વધુ ન હોઈ શકે અને તેની સારવારનો ખર્ચ મર્યાદિત છે. હેલ્થ ઈન્સ્યોરન્સનું કવરેજ ઘરના સભ્યોની ઉંમર, સ્થળ અને સંખ્યા પર આધારિત છે.
4. પ્રીમિયમ
જો તમે ઓછું પ્રીમિયમ ચૂકવવા માંગતા હોય અથવા ટૂંકા ગાળા માટે હેલ્થ પ્લાન લેવા માંગતા હોય અથવા ઈમરજન્સી માટે હેલ્થ પ્લાનની જરૂર હોય, તો આ માટે મેડિક્લેમ એક સારો વિકલ્પ છે. હેલ્થ ઈન્સ્યોરન્સ તમને વધારે સેવાઓ આપે છે, તેથી તેનું પ્રીમિયમ પણ વધારે હોય છે.