AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UDAN Scheme: કેન્દ્ર સરકારની સસ્તી હવાઈ મુસાફરી યોજના નિષ્ફળ! CAGના રિપોર્ટમાં થયો ખુલાસો

કેગના ઓડિટ રિપોર્ટમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમની ત્રણ તબક્કામાં તપાસ કરવામાં આવી છે. જેમાં ઉડાન યોજના માટે દેશભરના 774 રૂટ પસંદ કરાયા હોવાનું બહાર આવ્યું. તેમાંથી અત્યાર સુધી 403 પર ફ્લાઈટ્સ શરૂ થઈ નથી, જ્યારે 371 રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.

UDAN Scheme: કેન્દ્ર સરકારની સસ્તી હવાઈ મુસાફરી યોજના નિષ્ફળ! CAGના રિપોર્ટમાં થયો ખુલાસો
UDAN Scheme
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 4:24 PM
Share

સસ્તી હવાઈ મુસાફરી આપવા માટે કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના (UDAN Scheme) નિષ્ફળ ગઈ છે. કેગનો રિપોર્ટ આ વાત કહી રહ્યો છે. દેશના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગના (CAG) ઓડિટ રિપોર્ટમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમની ત્રણ તબક્કામાં તપાસ કરવામાં આવી છે. જેમાં ઉડાન યોજના માટે દેશભરના 774 રૂટ પસંદ કરાયા હોવાનું બહાર આવ્યું.

તેમાંથી અત્યાર સુધી 403 પર ફ્લાઈટ્સ શરૂ થઈ નથી, જ્યારે 371 રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 112 રૂટ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના રૂટ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે અને માર્ચ 2023 સુધીમાં આ યોજના માત્ર 54 રૂટ પર જ કાર્યરત છે.

નાના શહેરોની કનેક્ટિવિટી વધુ સારી બની શકે

2017 માં શરૂ કરાયેલ UDAN યોજનાનો ઉદ્દેશ્ય દેશના દૂરના વિસ્તારોમાં હવાઈ મુસાફરી શરૂ કરવાનો અને તે વિસ્તારોને મોટા શહેરો અથવા રાજધાનીઓ સાથે હવાઈ માર્ગે જોડવાનો હતો. જેથી દેશના મોટા શહેરો કરતા નાના શહેરોની કનેક્ટિવિટી વધુ સારી બની શકે. રિપોર્ટમાં, CAG એ UDAN યોજનાના નિરાશાજનક પ્રદર્શન માટેના ઘણા કારણો પણ સૂચિબદ્ધ કર્યા છે, જેમાં એક મુખ્ય કારણ એરપોર્ટ અથવા એરસ્ટ્રીપ્સનું સમયસર નિર્માણ ન થવું અથવા તેમને યોગ્ય રીતે સુધારવામાં સક્ષમ ન હોવું એ છે.

116માંથી 83 એરપોર્ટ પર કામગીરી શરૂ થઈ નથી

CAGએ રિપોર્ટમાં કહ્યું કે કુલ 116 એરપોર્ટ અને એરસ્ટ્રીપ્સ છે, જેમાંથી 83 પર ઓપરેશન શરૂ કરી શકાતું નથી. રિપોર્ટ અનુસાર આ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 1089 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાસ વાત એ છે કે સ્કીમ હેઠળ એવી જોગવાઈ હતી કે ઓપરેટર પહેલા ડિસ્કાઉન્ટ ભાડાવાળી ટિકિટનું વેચાણ કરશે અને ત્યારબાદ સબસિડી વગરની ટિકિટ વેચવામાં આવશે.

આ પણ વાંચો : ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

એરલાઇન્સ દ્વારા ડિસ્કાઉન્ટેડ રેટ સાથે સીટોની ઉપલબ્ધતા સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે મુસાફરોને આ સીટો વિશે માહિતી મળતી નથી અને ટિકિટ બુકિંગમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">