Merged: ગુજરાતની આ દિગ્ગજ સરકારી કંપનીનું થશે મર્જર, જાણો તે કંપની વિશે

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL), ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત ગેસ લિમિટેડ (GGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા મર્જર-ડીમર્જર સ્કીમને મંજૂરી આપવમાં આવી છે. આજ સ્કીમના બીજા ભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ને નવા સ્વરૂપમાં ડીમર્જ કરવામાં આવશે.

Merged: ગુજરાતની આ દિગ્ગજ સરકારી કંપનીનું થશે મર્જર, જાણો તે કંપની વિશે
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Aug 30, 2024 | 10:49 PM

ગુજરાત સરકારની મંજૂરી પશ્ચાત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL), ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત ગેસ લિમિટેડ (GGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા મર્જર-ડીમર્જર સ્કીમ તારીખ 30 ઓગસ્ટ 2024ના રોજ મંજૂર કરવામાં આવેલ છે.

જીએસપીસી ગૃપ દ્વારા જાહેર કરવામાં આવેલ મર્જર-ડીમર્જર સ્કીમ અનુસાર સ્કીમના પ્રથમ ભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL) અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ને ગુજરાત ગેસ લિમિટેડ (GGL)માં મર્જ કરવામાં આવશે અને આજ સ્કીમના બીજા ભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ને નવા સ્વરૂપમાં ડીમર્જ કરવામાં આવશે.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL)ની ટુકી વિગત

  • ગેસ સપ્લાય કરતી ભારતની બીજી સૌથી મોટી ગેસ ટ્રેડિંગ કંપની
  • ઓઇલ અને ગેસ તેમજ ઉર્જા ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવતું ગુજરાત સરકારનું મહત્વનું જાહેર સાહસ ઉપક્રમ
  • ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના જાહેર સાહસોનો GSPCLમાં 93.61%નો હિસ્સો
  • શેરબજારમાં નોટ-લિસ્ટેડ કંપની
  • વર્ષ 1979 ગુજરાત પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન તરીકે સ્થાપના
  • વર્ષ 1994માં તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન વ્યવસાયમાં પ્રવેશ
  • વર્ષ 2004માં ગેસ ટ્રેડિંગ વ્યવસાયમાં વૈવિધ્યકરણ
  • પ્રતિદિન સરેરાશ 14 મિલિયન મેટ્રીક સ્ટાન્ડર્ડ મીટર ક્યૂબ નેચરલ ગેસનું સોર્સિંગ અને સપ્લાય
  • અત્યારસુધી 400થી વધુ એલએનજી કાર્ગોની આયાત
  • છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં રૂ. 100279 કરોડનો ટર્નઓવર
  • છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં કર-પશ્ચાતનો ચોખ્ખો નફો (PAT) 6518 કરોડ રૂપિયા
  • હાલ સંપૂર્ણ ડેબ્ટ-ફ્રી કંપની અને કેર દ્વારા AA ફાઇનાન્સિયલ રેટીંગ
  • ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ની ટૂંકી વિગત

ગેસ પાઇપલાઇન અને ટ્રાન્સમિશનમાં ભારતની બીજી સૌથી મોટી કંપની

  • ગુજરાતમાં નેચરલ ગેસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક વિકસાવવાના ઉદ્દેશ સાથે GSPC દ્વારા પ્રમોટ કરવામાં આવેલ કંપની
  • શેરબજારમાં લિસ્ટેડ કંપની, હાલનુ માર્કેટ કેપ 23000 કરોડ રૂપિયા
  • વર્ષ 1998માં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ની સ્થાપના
  • વર્ષ 2000માં હજીરા-મોરા ગેસ પાઇપલાઇન સાથે કામગીરીની શરૂવાત
  • હાલ ગુજરાતમાં 2700 કિમીથી વધુ હાય-પ્રેશર ગેસ પાઈપલાઇન નેટવર્ક
  • પ્રતિદિન સરેરાશ 32 મિલિયન મેટ્રીક સ્ટાન્ડર્ડ મીટર ક્યૂબ નેચરલ ગેસનું ટ્રાન્સમિશન
  • નેશનલ હાય-પ્રેશર ગેસ ગ્રીડ સાથે જોડાણ
  • ઉત્તર ભારતના રાજસ્થાન, પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ગેસ પાઈપલાઈનની કામગિરી માટે જીએસપીએલ ઈન્ડિયા ગેસનેટ લી. (GIGL)ની સ્થાપના અને તે દ્વારા 1690 કિમીની ગેસ પાઈપલાઈન કામગીરી
  • દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રાજ્યોમાં ગેસ પાઈપલાઈનની કામગીરી માટે જીએસપીએલ ઈન્ડિયા ટ્રાનસ્કો લી. (GITL) ની સ્થાપના અને તે દ્વારા 365 કિમીની ગેસ પાઈપલાઈન કામગીરી
  • છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં કર-પશ્ચાતનો ચોખ્ખો નફો (PAT) 5242 કરોડ રૂપિયા
  • હાલ સંપૂર્ણ ડેબ્ટ-ફ્રી કંપની અને કેર દ્વારા AA+ ફાઇનાન્સિયલ રેટીંગ

ગુજરાત ગેસ લિમિટેડ (GGL) ની ટૂંકી વિગત

  • ગેસ વિતરણ સાથે ભારતની સૌથી મોટી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની
  • ગેસ તેમજ ઉર્જા ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવતું ગુજરાત સરકારનું મહત્વનું જાહેર સાહસ ઉપક્રમ
  • શેરબજારમાં લિસ્ટેડ કંપની, હાલનુ માર્કેટ કેપ રૂ. 42000 કરોડ
  • વર્ષ 2012માં જીએસપીસી ગૃપ દ્વારા ગુજરાત ગેસનું બ્રિટિશ ગેસ પાસેથી સંપાદન
  • ભારતના 6 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 42 જિલ્લાઓનો કાર્યવિસ્તાર
  • 40000 કિમીથી વધુ સ્ટીલ અને પોલિમેર ગેસ પાઇપલાઈન
  • 21 લાખથી વધુ ડોમેસ્ટિક, 4400થી વધુ ઔદ્યોગિક અને 15000થી વધુ કોમર્શિયલ પાઈપગેસ કનેક્શન
  • 800થી વધુ સીનજી પમ્પ સ્ટેશન
  • પ્રતિદિન સરેરાશ 9 મિલિયન મેટ્રીક સ્ટાન્ડર્ડ મીટર ક્યૂબ નેચરલ ગેસનું વિતરણ
  • છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં 71412 કરોડનો ટર્નઓવર
  • છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં કર-પશ્ચાત નો ચોખ્ખો નફો (PAT) 6442 કરોડ રૂપિયા
  • હાલ સંપૂર્ણ ડેબ્ટ-ફ્રી કંપની અને કેર, ઈન્ડિયા રેટિંગ અને ક્રિસિલ દ્વારા AAA ફાઇનાન્સિયલ રેટીંગ

જીએસપીસી ગૃપ મર્જર-ડીમર્જર સ્કીમ

  • જીએસપીસી ગૃપ હેઠળના ઓઇલ-ગેસ વ્યવસાય નું એકત્રીકરણ કરી ટ્રાન્સમિશન વ્યવસાય સ્વતંત્ર કરવામાં આવશે
  • જેથી ઓઇલ-ગેસ અને ઉર્જા ક્ષેત્રોમાં ઉભરાતી વિકાસની અમૂલ્ય તકોનો લાભ મેળવી શકાશે.
  • વિકસિત ભારત @47 માટેની ઉર્જા જરૂરિયાતો ધ્યાને લઈ ગૃપનું રી-સ્ટ્રક્ચરિંગ
  • જીએસપીસીનું ગુજરાત ગેસમાં મર્જર કરવાથી જીએસપીસીનું આપમેળે શેરબજાર માં લિસ્ટિંગ થશે
  • જીએસપીએલ અને ગુજરાત ગેસનું શેર ક્રોસ-હોલ્ડિંગ દૂર થશે જેથી જીએસપીએલના શેર ધારકોને વેલ્યુ અનલોકિંગનો લાભ મળશે.
  • મર્જર-ડીમર્જરની સ્કીમ અંતર્ગત પ્રથમ જીએસપીએલના પ્રત્યેક 130 શેર ગુજરાત ગેસના 100 શેર ફાળવવામાં આવશે. તદુપરાંત નવા સ્વરૂપમાં જીએસપીએલનું લિસ્ટિંગ થયા પછી નવા જીએસપીએલ વધારાના ૩૩ શેર મળવાપાત્ર રહેશે.
  • મર્જર-ડીમર્જરની સંપૂર્ણ સ્કીમને સેબીની તેમજ અન્ય કાયદાકીય જોગવાઇઓ અંતર્ગત મંજૂરીઓ મેળવી અમલમાં મૂકવા માટે આશરે 9 થી 10 મહિનાનો સામે લાગશે.

આ પણ વાંચો: Stock crash: 19 રૂપિયા સુધી ઘટી શકે છે આ શેર, 93% તુટ્યો છે ભાવ, એક્સપર્ટે ડરીને કહ્યું: વેચી દો

g clip-path="url(#clip0_868_265)">