સરકારના આ નિર્ણયથી રિલાયન્સનો શેર થયો ધડામ…જાણો કેમ પટકાયો Mukesh Ambani ની કંપનીનો શેર

પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર નિકાસ કર લાદવાના સમાચારને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલી તેજીનો આજે અંત આવ્યો હતો. રિલાયન્સનો શેર 8.66 ટકા ઘટીને રૂ. 2,369.45 થયો હતો.

સરકારના આ નિર્ણયથી રિલાયન્સનો શેર થયો ધડામ...જાણો કેમ પટકાયો Mukesh Ambani ની કંપનીનો શેર
Mukesh Ambani - Chairman, RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:38 AM

સરકારે શુક્રવારે ભારતીય કંપનીઓ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF)ની નિકાસ પર ટેક્સ લાદવામાં આવ્યો છે. એક્સપોર્ટ ટેક્સ એટલા માટે લગાડવામાં આવ્યો છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને રોસનેફ્ટ સમર્થિત નાયરા એનર્જી (Nayara Energy)જેવી રિફાઈનરીઓ યુક્રેન પર રશિયાના હુમલાને પગલે તેલની અછતનો સામનો કરી રહેલા યુરોપ અને યુએસ જેવા પ્રદેશોમાં તેલની નિકાસમાં નોંધપાત્ર ફાયદો થાય છે. આ સમાચારની અસર દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પર જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન RILનો શેર 8 ટકાથી વધુ ઘટ્યો હતો. શેરમાં ઘટાડાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે.

નાણા મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિ લિટર રૂ. 6 અને ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર રૂ. 13નો ટેક્સ લાદ્યો છે. આ સિવાય ઓએનજીસી અને વેદાંતા લિમિટેડ જેવી કંપનીઓદ્વારા સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે. કાચા તેલના સ્થાનિક ઉત્પાદન પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો છે.

RIL  માં ઘટાડો ચાલુ રહી શકે છે

પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર નિકાસ કર લાદવાના સમાચારને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલી તેજીનો આજે અંત આવ્યો હતો. રિલાયન્સનો શેર 8.66 ટકા ઘટીને રૂ. 2,369.45 થયો હતો. ગુરુવારે શેર રૂ. 2,549.05 પર બંધ થયો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શેરમાં ઘટાડાને કારણે તેના રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. સરકારના નિર્ણય બાદ રોકાણકારોની સંપત્તિમાં 1.50 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

સરકારની આવક વધી

કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ દ્વારા જાહેર ક્ષેત્રના ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને ખાનગી ક્ષેત્રના વેદાંતા લિમિટેડના ક્રૂડ ઓઇલના ઉત્પાદન પર ટેક્સ અને 29 મિલિયન ટન ક્રૂડ ઓઇલના સ્થાનિક ઉત્પાદનથી સરકારને વાર્ષિક 67,425 કરોડની મદદ મળશે.

નિકાસ કર વસૂલવાનો એક ઉદ્દેશ્ય પેટ્રોલ પંપો પર સ્થાનિક પુરવઠો સુધારવાનો છે કારણ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યો તેલની અછતનો સામનો કરી રહ્યા છે અને ખાનગી રિફાઇનરીઓ સ્થાનિક સ્તરે તેને વેચવાને બદલે ઇંધણની નિકાસને પ્રાથમિકતા આપી રહી છે.

વિન્ડફોલ ગેઇન પર ટેક્સને કારણે ક્રૂડ ઓઇલ ઉત્પાદક ONGCનો સ્ટોક 12 ટકા ઘટ્યો હતો. ONGCનો શેર 12.28 ટકા ઘટીને 132.85 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ.151.45ના સ્તરે બંધ રહ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">