રોકાણકારોના પરસેવાની મૂડી ડુબાડનાર IPO થી સબક લઈ SEBI એ કડક વલણ અપનાવ્યું, 6 કંપનીઓના ડ્રાફ્ટ પેપરનો અસ્વીકાર કર્યો

|

Mar 20, 2023 | 9:11 AM

Paytm ના IPOની નિષ્ફળતા પછી બજાર નિયમનકાર SEBI પ્રારંભિક પબ્લિક ઑફરિંગ્સ (IPO) ને મંજૂરી આપતી વખતે સાવચેતી રાખી રહી છે. સેબીએ બે મહિનામાં હોટેલ ચેન OYOનું સંચાલન કરતી ઓરેવેલ સ્ટેજ સહિત છ કંપનીઓના પ્રોસ્પેક્ટસ પરત કર્યા છે.

રોકાણકારોના પરસેવાની મૂડી ડુબાડનાર IPO થી સબક લઈ SEBI એ કડક વલણ અપનાવ્યું, 6 કંપનીઓના ડ્રાફ્ટ પેપરનો અસ્વીકાર કર્યો

Follow us on

હવે કંપનીઓએ IPO એટલે કે પ્રારંભિક જાહેર ઓફર લાવવા માટે વધુ મહેનત કરવી પડશે. સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – SEBI એ હવે કડક વલણ અપનાવ્યું છે. સેબી હવે IPOને મંજૂરી આપતી વખતે વધુ સાવચેતી રાખી રહી છે. સેબીએ આ પગલું Paytmના IPOની નિષ્ફળતા બાદ ઉઠાવ્યું છે. સેબીએ તાજેતરમાં એક પછી એક છ કંપનીઓના આઈપીઓ પેપર પરત કર્યા છે. તેમાં ઓરેવેલ સ્ટેજ ટ્રાવેલ ટેક ફર્મ સહિત છ કંપનીઓનો સમાવેશ થાય છે. Oravel Stages એ ટ્રાવેલ ટેક ફર્મ OYO ની પેરેન્ટ કંપની છે.

ફરીથી DRHP ફાઇલ કરવા સૂચના અપાઈ

Paytm ના IPOની નિષ્ફળતા પછી બજાર નિયમનકાર SEBI પ્રારંભિક પબ્લિક ઑફરિંગ્સ (IPO) ને મંજૂરી આપતી વખતે સાવચેતી રાખી રહી છે. સેબીએ બે મહિનામાં હોટેલ ચેન OYOનું સંચાલન કરતી ઓરેવેલ સ્ટેજ સહિત છ કંપનીઓના પ્રોસ્પેક્ટસ પરત કર્યા છે. આ કંપનીઓને તેમના પ્રોસ્પેક્ટસ એટલેકે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ – DRHP અમુક ફેરફારો સાથે ફરીથી ફાઇલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સેબીએ આ કંપનીઓના કાગળો પરત કર્યા

ઓયો ઉપરાંત જે કંપનીઓની ડ્રાફ્ટ દરખાસ્તો નિયમનકાર દ્વારા પરત કરવામાં આવી છે તેમાં ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડ, કેનેડા સ્થિત ફેરફેક્સ ગ્રૂપ-સમર્થિત ફર્મ, સ્થાનિક મોબાઈલ નિર્માતા લાવા ઈન્ટરનેશનલ, B2B (કંપનીઓ વચ્ચે) પેમેન્ટ અને સર્વિસ પ્રોવાઈડર Paymate India, Fincare, સ્મોલ ફાઇનાન્સ બેંક ઇન્ડિયા અને BVG ઇન્ડિયાનો સમાવેશ થાય છે. સેબીના ડેટાના વિશ્લેષણમાંથી આ માહિતી મળી છે. આ છ કંપનીઓએ સપ્ટેમ્બર 2021 અને મે 2022 વચ્ચે સેબીમાં IPO પેપર્સ ફાઈલ કર્યા હતા અને તેમના પેપર્સ જાન્યુઆરી-માર્ચ દરમિયાન 10 માર્ચ સુધીમાં પરત કરવામાં આવ્યા હતા.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ઘણા IPOમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યા

આ કંપનીઓ મળીને ઓછામાં ઓછા રૂ. 12,500 કરોડ એકત્ર કરવાની આશા હતી. કેટલાક બહુચર્ચિત IPOમાં રોકાણકારોના નાણાં ગુમાવ્યા બાદ, સેબીએ ઇશ્યુ કરવા પર કડક વલણ અપનાવ્યું છે. primedatabase.comના ડેટા અનુસાર માર્કેટ રેગ્યુલેટરે 2022માં IPOને મંજૂરી આપવામાં સરેરાશ 115 દિવસનો સમય લીધો હતો.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “Paytm, Zomato અને Nykaa જેવી નવા જમાનાની ડિજિટલ કંપનીઓના લિસ્ટિંગ પછી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આ કારણે સેબીએ IPO માટે મંજૂરીના ધોરણો કડક બનાવ્યા છે. રોકાણકારોના હિતમાં આ એક આવકારદાયક નિર્ણય છે.

Next Article