Stock Market: વિજય કેડિયાએ 40 રૂપિયાથી ઓછા ભાવની આ કંપનીના શેરની કરી ખરીદી, શેરમાં લાગી અપર સર્કિટ
એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર વિજય કેડિયાએ કંપનીના 30 લાખ શેરની ખરીદી કરી છે. શેરના ભાવમાં તેજી આવી અને ગઈકાલે તે 5 ટકા વધીને રૂ. 37.95 પર બંધ થયો હતો. તેવી જ રીતે આજે પણ અપર સર્કિટ સાથે 39.20 પર બંધ થયો હતો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની પટેલ એન્જિનિયરિંગના સ્ટોકમાં આજે 5% ની અપર સર્કિટ લાગી હતી. આ કંપનીને લઈ મોટા અને સારા સમાચાર આવ્યા છે. જાણીતા રોકાણકાર (Investor) વિજય કેડિયાએ આ કંપનીના શેરની ખરીદી કરી છે. એક્સચેન્જને (Stock Exchange) આપવામાં આવેલી માહિતી અનુસાર વિજય કેડિયાએ કંપનીના 30 લાખ શેરની ખરીદી કરી છે. શેરના ભાવમાં તેજી આવી અને ગઈકાલે તે 5 ટકા વધીને રૂ. 37.95 પર બંધ થયો હતો. તેવી જ રીતે આજે પણ અપર સર્કિટ સાથે 39.20 પર બંધ થયો હતો.
વર્ષ 2012 થી રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું નથી
નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23ના ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 1,116 કરોડથી વધીને રૂ. 1,298 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન આવકમાં 16% નો વધારો થયો છે. EBITDA એટલે કે કાર્યકારી નફો 13.5% વધીને રૂ. 180.5 કરોડ થયો છે, જ્યારે એક વર્ષ પહેલા તે 159.1 કરોડ રૂપિયા હતો. જણાવી દઈએ કે પટેલ એન્જિનિયરિંગે વર્ષ 2012 થી રોકાણકારોને કોઈ ડિવિડન્ડ આપ્યું નથી.
વિજય કેડિયાની નેટવર્થ 828.04 કરોડ રૂપિયા
વિજય કેડિયાના પોર્ટફોલિયો વિશે વાત કરીએ તો, શેરોના ટ્રેન્ડ વિશે માહિતી આપતી વેબસાઇટ trendlyne અનુસાર, વિજય કેડિયાની નેટવર્થ 828.04 કરોડ રૂપિયા છે. તેમના પોર્ટફોલિયોમાં લગભગ 17 સ્ટોક્સ છે. તેમણે ટેલિકોમ, જનરલ ઈન્ડસ્ટ્રીયલ, ટેક્સટાઈલ એપેરલ અને એસેસરીઝની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમણે તેજસ નેટવર્ક્સ, વૈભવ ગ્લોબલ અને એલિકોન એન્જિનિયરિંગ જેવા શેરોમાં મોટું રોકાણ કર્યું છે.
1992 ના બુલ રનમાં સારી કમાણી કરી
વિજયે મુંબઈ ગયા બાદ શેરબજાર સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1992માં તેમનું નસીબ બદલાયું અને તે સમયે શેરબજારમાં બુલ રન આવ્યો હતો. તેના કારણે વિજય કેડિયાને કમાવાની જબરદસ્ત તક મળી હતી. આ તેના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તેમણે 1992 ના બુલ રનમાં સારી કમાણી કરી હતી.
આ પણ વાંચો : મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણી સુધી, જાણો ભારતના અબજોપતિઓ કેટલા શિક્ષિત છે
તેમણે કોલકાતામાં જ પંજાબ ટ્રેક્ટર્સના શેર લીધા હતા. જેની કિંમત તે સમયે 35 રૂપિયા હતી. શેરનો ભાવ 5 ગણો વધ્યો. તેમણે તરત જ તે શેર વેચ્યા અને ACCના શેર ખરીદ્યા હતા. ACC સિમેન્ટના ભાવ પણ એક વર્ષમાં 10 ગણા વધ્યા અને તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ત્યારબાદ તેનણે મુંબઈમાં એક ઘર ખરીદ્યું અને પરિવારને કોલકાતાથી મુંબઈ બોલાવ્યા હતા.