IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologiesનો શેર 30 ટકા ઉછળ્યો, અનલિસ્ટેડ માર્કેટમાં શેરની કિંમત રૂપિયા 7300

|

Jan 07, 2023 | 8:48 AM

TCSનો IPO રતન ટાટાના જમાનામાં આવ્યો હતો. એન ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા પછી ટાટા ગ્રુપનો આ પહેલો આઈપીઓ હશે. Tata Technologies એ IPO લાવવાની પ્રક્રિયા હમણાં જ શરૂ કરી છે.

IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologiesનો શેર 30 ટકા ઉછળ્યો, અનલિસ્ટેડ માર્કેટમાં શેરની કિંમત રૂપિયા 7300
Tata Steel Merger

Follow us on

શેરબજારમાં લિસ્ટિંગ વગર પણ ટાટા ટેક્નોલોજીસનો સ્ટોક જબરદસ્ત વધી રહ્યો છે. અનલિસ્ટેડ માર્કેટમાં છેલ્લા 3 અઠવાડિયામાં ટાટા ટેક્નોલોજીસના શેરમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારથી ટાટા મોટર્સે ટાટા ટેક્નોલોજીસના IPOને મંજૂરી આપી છે ત્યારથી અનલિસ્ટેડ માર્કેટમાં સ્ટોક સતત વધી રહ્યો છે. ટાટા ટેક્નોલોજીસનો શેર અનલિસ્ટેડ માર્કેટમાં રૂપિયા 7300ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જે અગાઉ રૂ. 5500ની આસપાસ ટ્રેડ થતો હતો. તાજેતરમાં કંપનીએ દરેક શેરના બદલામાં એક બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે જેના માટે 16 જાન્યુઆરી 2023 રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. કંપનીએ એક શેરને 5 શેરમાં વહેંચવાની પણ જાહેરાત કરી છે.

ટાટા ટેક્નોલોજીસમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર વિચાર

ટાટા મોટર્સે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે કંપની ટાટા ટેક્નોલોજીસમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર વિચાર કરી રહી છે. ટાટા ટેક્નોલોજીસ એ ટાટા મોટર્સની પેટાકંપની છે. પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓ સાથે સંકળાયેલ ટાટા ટેક્નોલોજીએ IPO લાવવા માટે જરૂરી પ્રારંભિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જો ટાટા મોટર્સની યોજના સફળ થશે, તો 2004માં TCS IPO પછી ટાટા જૂથ દ્વારા લાવવામાં આવેલો આ પ્રથમ IPO હશે.

તમને જણાવી દઈએ કે લગભગ 18 વર્ષ પહેલા દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS) નો IPO આવ્યો હતો. ત્યારે રતન ટાટા ગ્રુપના ચેરમેન હતા. પરંતુ એન ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા પછી ટાટા જૂથની કોઈપણ કંપનીનો આ પહેલો આઈપીઓ હશે.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

ટાટા મોટર્સના 2022ના વાર્ષિક અહેવાલ મુજબ ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજીમાં 74 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2018 માં ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજિસમાં 43 ટકા હિસ્સો વોરબર્ગ પિંકસને 360 મિલિયન ડોલરમાં વેચવાની પ્રક્રિયામાં હતી પરંતુ પછીથી નિર્ણય ટાળવામાં આવ્યો હતો. ટાટા ટેક્નોલોજીના નાણાકીય પરિણામો પર નજર કરીએ તો 2021-22માં કંપનીની આવક રૂ. 3529.6 કરોડ હતી. જેના પર રૂ. 645.6 કરોડનો ઓપરેટિવ નફો અને રૂ. 437 કરોડનો નફો થયો હતો. ટાટા ટેક્નોલોજીસનું ધ્યાન 4 વર્ટિકલ્સમાં છે જેમાં ઓટોમોટિવ, એરોસ્પેસ, ઔદ્યોગિક મશીનરી અને ઔદ્યોગિકનો સમાવેશ થાય છે.

એન ચંદ્રશેકરનના કાર્યકાળનો પ્રથમ IPO

TCSનો IPO રતન ટાટાના જમાનામાં આવ્યો હતો. એન ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા પછી ટાટા ગ્રુપનો આ પહેલો આઈપીઓ હશે. Tata Technologies એ IPO લાવવાની પ્રક્રિયા હમણાં જ શરૂ કરી છે.

Next Article