Ruchi Soya FPO : બાબા રામદેવની કંપની લાવી કમાણીની તક, જાણો કેટલો મળશે ફાયદો?
ઉલ્લેખનીય છે કે આ ઈસ્યુ એન્કર ઈન્વેસ્ટર્સ માટે 23 માર્ચ 2022ના રોજ ખુલ્યો છે. તેમાં પાત્ર કર્મચારીઓ માટે અનામત 10,000 ઇક્વિટી શેર છે.

એન્કર રોકાણકારોનો હિસ્સો
લીડ મેનેજર્સ કોણ હશે?
પતંજલિનો હિસ્સો કેટલો છે?
રૂચી સોયા એફપીઓની અગત્યની માહિતી
- રોકાણનો સમયગાળો – 24 માર્ચથી 28 માર્ચ, 2022 સુધી
- મિનિમમ રોકાણ – રૂ.12915
- પ્રાઇસ બેન્ડ – રૂ.615-650
- લોટ સાઈઝ – 21
- ઇશ્યૂનું સાઇઝ – 4300 કરોડ
5 એપ્રિલે શેર જમા કરવામાં આવશે
આ એફપીઓના ડ્રાફ્ટ પેપર મુજબ 5 એપ્રિલે શેર ક્રેડિટ કરવામાં આવશે અને તેના એક દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે. રિફંડની પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. રૂચી સોયાએ સૌપ્રથમ 1980માં ન્યુટ્રાલા બ્રાન્ડ હેઠળ ભારતમાં સોયા ફૂડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પતંજલિ ગ્રૂપ દ્વારા હસ્તાંતરણ સાથે રૂચી સોયાને ભારતમાં પતંજલિના વ્યાપક નેટવર્કનો લાભ મળશે. આ કંપનીના પ્રવેશને વધુ મજબૂત બનાવશે.
બિડ 21 શેર માટે થશે
કંપનીએ જણાવ્યું છે કે આ એફપીઓ માટે બિડ 21 શેર માટે હશે. ત્યારપછી તેનું 21ના ગુણાંકમાં રોકાણ કરવામાં આવશે. FPOમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કંપનીના બાકી દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. સાથે જ આ નાણાંનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવશે.