FPO ના લોન્ચિંગ પહેલા Ruchi Soya ના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી, કંપનીમાં પતંજલિનો 98.9 ટકાહિસ્સો છે

શુક્રવારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રૂચી સોયાનો શેર રૂ. 803.15 પર બંધ થયો હતો. સોમવારે, તે ગેપઅપ ઓપનિંગ સાથે રૂ. 887.70 પર ખુલ્યો હતો અને ટૂંક સમયમાં આજે તેની અપર સર્કિટ પર પહોંચ્યો હતો.

FPO ના લોન્ચિંગ પહેલા Ruchi Soya ના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી, કંપનીમાં પતંજલિનો 98.9 ટકાહિસ્સો છે
Baba Ramdev
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 8:09 AM

સોમવારે રૂચી સોયા(Ruchi Soya)ના શેરમાં ઉછાળો આવ્યો હતો. શેર તેની અપર સર્કિટ(ruchi soya upper circuit) પર 20 ટકા વધીને 963.75 પર બંધ રહ્યો હતો. કંપનીએ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) માટે સેબીમાં અરજી (RHP) ફાઇલ કર્યા પછી પતંજલિ(Patanjali)ની માલિકીની રૂચી સોયાના શેરમાં વધારો જોવા મળ્યો છે. કંપની રૂ. 4,300 કરોડના FPO લાવી રહી છે. શુક્રવારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રૂચી સોયાનો શેર રૂ. 803.15 પર બંધ થયો હતો. સોમવારે, તે ગેપઅપ ઓપનિંગ સાથે રૂ. 887.70 પર ખુલ્યો હતો અને ટૂંક સમયમાં આજે તેની અપર સર્કિટ પર પહોંચ્યો હતો.

ruchi soya

FPO શું છે?

રૂચી સોયા આ FPO હેઠળ 2 રૂપિયા ફ્રીશ વેલ્યુ ના 4,300 કરોડ શેર્સ વેચશે. આ ઇશ્યુમાં 10,000 ઇક્વિટી શેર કંપની માટે રિઝર્વ થશે. આ ઇશ્યુ 14 માર્ચ ખુલી 28 માર્ચ 2022 ના રોજ બંધ થશે. SBI Capital Markets, Axis Capital, और ICICI Securitie આ ઈશ્યુની બુક રનિંગ લીડ મેનેજર છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

કંપની પૈસાનો ઉપયોગ ક્યાં કરશે ?

રુચિ સોયા આ એફપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ દેવું ઘટાડવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને કંપનીની સામાન્ય કામગીરીમાં કરશે. FPO દ્વારા કંપનીના પ્રમોટરો સેબીની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તેમનો હિસ્સો ઘટાડશે. સેબીના નિયમો હેઠળ કોઈપણ લિસ્ટેડ કંપની પાસે ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હોવું આવશ્યક છે. આ FPO દ્વારા બાબા રામદેવની પતંજલિ સેબીના નિયમોનું પાલન કરશે.

પતંજલિનો હિસ્સો 98.9 ટકા છે

હાલમાં પતંજલિ રૂચી સોયામાં 98.9 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ માત્ર 1.1 ટકા છે. આ એફપીઓ પછી રૂચી સોયામાં પતંજલિનું હોલ્ડિંગ ઘટીને 81 ટકા થશે જ્યારે પબ્લિક શેરહોલ્ડર વધીને 19 ટકા થશે.

FPO શું છે?

કોઈપણ FPO એ IPO જેવું હોય છે. લિસ્ટેડ કંપની તેના IPO પછી લોકોને વધારાના શેર ઈશ્યૂ કરવા માટે FPO માર્ગ અપનાવે છે. IPOની જેમ FPO દ્વારા લિસ્ટેડ કંપનીઓ તેમની વધારાની મૂડી એકત્રિત કરી શકે છે અને કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો ઘટાડી શકે છે.

આ પણ વાંચો : Ukraine Russia war : રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો ભારત ઉઠાવશે ફાયદો, ખરીદશે સસ્તુ ક્રુડ અને ખાતર

આ પણ વાંચો : Vehicle Scrappage Policy: વાહન સ્ક્રેપિંગની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ હશે, સરકારે જાહેર કર્યા નવા નિયમ

g clip-path="url(#clip0_868_265)">