AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: પ્રજાને મુંઝવતો એક જ સવાલ, ક્યારે અટકશે મોંઘવારીનો માર?

MONEY9: પ્રજાને મુંઝવતો એક જ સવાલ, ક્યારે અટકશે મોંઘવારીનો માર?

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 23, 2022 | 6:55 PM
Share

તમે ફક્ત છેલ્લા છ મહિનામાં ખરીદેલા કરિયાણાના બિલ કાઢો અને હિસાબ લગાવો. વોશિંગ પાવડર સાબુ, બિસ્કિટ, નમકીન, મેગી, ટુથપેસ્ટ, ચા-કૉફી, દૂધ-બ્રેડ બધુ જ મોંઘું થઇ ગયું છે. પરંતુ આ તો હજુ પા શેરામાં પૂણી જેવું છે.

અમેરિકા-યૂરોપમાં રેકોર્ડ ઈન્ફ્લેશન (INFLATION)ના સમાચારો વાંચીને છુટક મોંઘવારીના આંકડા તમને શાંતિ આપી હોય તો યાદ રાખજો કે આ આંખ આડા કાન કરવા જેવું છે. આ કોઈ નિવેદનબાજી નથી, તમે ફક્ત છેલ્લા છ મહિનામાં ખરીદેલા કરિયાણા (GROCERY)ના બિલ કાઢો અને હિસાબ લગાવો. પાઉડર, સાબુ, બિસ્કિટ, નમકીન, મેગી, ટુથપેસ્ટ, ચા-કૉફી, દૂધ-બ્રેડ બધુ જ મોંઘું થઈ ગયું છે. આગળ પણ વધારે મોંઘા થવાની પૂરી શક્યતા છે. દેશની સૌથી મોટી એફએમસીજી (FMCG) કંપની હિન્દુસ્તાન યૂનિલીવર એટલે કે એચયૂએલ છેલ્લા છ મહિનાથી સતત કિંમત વધારી રહી છે.

હાલની તેજી કદાચ હોળીના કોલાહોલમાં તમારા સુધી ન પહોંચી હોય. કંપનીએ સાબુની કિંમત 2થી 17 ટકા સુધી વધારી દીધી. છેલ્લા છ મહિનામાં પ્રોડક્ટની કિંમતો 25થી 30 ટકા સુધી વધી ગઈ. એટલે કે તમારા બિલમાં રિન, સર્ફ એક્સેલ, વીમ બાર, બ્રૂ-કોફી, તાજમહેલ, લક્સ, ડવ જેવા સામાન પહેલા કરતા મોંઘા જોવા મળશે.

એચયૂએલ એકલી થોડી છે. 2 મિનિટમાં બનતી મેગી 2 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. નવો ભાવ 12થી વધીને 14 રૂપિયા થઈ ગયો છે. પારલે પ્રોડક્ટ્સના સીનિયર કેટેગરી હેડ મયંક શાહે તેમના તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ઈન્ડસ્ટ્રી તરફથી કિંમતોમાં 10-15 ટકાના વધારાની શક્યતા છે. શાહ પોતાની મુશ્કેલી જણાવતાં કહે છે કે બજારમાં મોટા ઉતાર-ચડાવ છે. 140 ડૉલર પ્રતિ બેરલવાળુ ક્રૂડ ઓઈલ 100 ડૉલર પર આવી ગયું, 180 રૂપિયા પ્રતિ લીટરનું પામ ઓઈલ હવે 150 રૂપિયા પર મળી રહ્યું છે, ત્યારે ભાવ વધારો કેટલો થશે તે કહેવું થોડુંક અઘરું છે.

મંદી પછી માંડ બેઠા થવાનો પ્રયત્ન કરતી કંપનીઓને કિંમત વધવાથી માંગ તૂટવાનો ડર છે. ડાબર ઈન્ડિયાના મુખ્ય નાણાકીય અધિકારી અંકુશ જૈનના જણાવ્યા અનુસાર ઊંચી મોંઘવારી સતત ચિંતાનું કારણ બની છે. મોંઘવારીના દબાણના કારણે કન્ઝ્યુમર્સે પોતાનો ખર્ચ ઘટાડી દીધો છે. તેઓ નાના પેકેટ ખરીદી રહ્યા છે. અમારી સ્થિતિ પર નજર છે અને સમજી વિચારીને મોંઘવારીના દબાણથી બચાવનો ઉપાય કરીશું.

કંપનીઓએ કાચા માલની પૂરી મોંઘવારી હજુ સુધી ગ્રાહકો સુધી નથી પહોંચાડી, તેની ઝલક મોંઘવારીના આંકડાઓમાં પણ જોઈ શકાય છે. જથ્થાબંધ મોંઘવારી 13 ટકાની પાર છે, જ્યારે છુટક મોંઘવારી 6 ટકાની નજીક છે. જથ્થાબંધ મોંઘવારીને તમે કંપનીઓની મોંઘવારી માનીને ચાલી શકો છો. એટલે કે કંપનીઓને કાચો માલ ગત વર્ષની તુલનામાં 13 ટકા મોંઘો મળી રહ્યો છે. ગ્રાહક સુધી પૂરી મોંઘવારીને પહોંચાડવામાં નથી આવી.

હવે સમજો મોંઘવારીનું અસલ કારણ શું છે?

રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ, પામ ઑઈલ અને ઘઉં એમ ત્રણેય કોમોડિટીના ભાવ ઝડપથી વધ્યા છે. આ જ ત્રણ કોમોડિટી એફએમસીજી કંપનીઓ માટે સૌથી મોટો કાચો માલ છે. ક્રૂડની કિંમતો છેલ્લા એક વર્ષમાં 124 ટકા વધી છે. પામ ઓઈલના ભાવ એક વર્ષમાં અંદાજે દોઢ ગણા વધ્યા છે. વૈશ્વિક બજારમાં ઘઉંની કિંમતો 50 ટકા વધીને 14 ડૉલર પ્રતિ બુશેલ થઈ ગઈ. દિલ્હીમાં લોટનો ભાવ છેલ્લા એક વર્ષમાં 17 ટકા વધી ગયો. 24 રૂપિયા કિલોનો લોટ 28 રૂપિયા કિલો વેચાવા લાગ્યો.

એફએમસીજી કંપનીઓના ખર્ચમાં અંદાજે 10થી 15 ટકા હિસ્સેદારી પેકેજીંગની હોય છે. પેકેજીંગ ઈન્ડસ્ટ્રી માટે કાચો માલ ક્રૂડ ઓઈલની જેમ મોંઘો થાય છે. એટલે કે જેટલી તેજી ક્રૂડ ઓઈલમાં એટલું મોંઘું પેકેજીંગ મટીરિયલ. આ ઉપરાંત, બલ્ક ડીઝલ અને કોલસો મોંઘો થયા બાદ કંપનીઓ માટે એનર્જીનો ખર્ચ પણ વધ્યો છે. યાદ રાખજો જો યુદ્ધ નહીં અટકે તો આપણે બધા મોંઘવારી તાપમાં વધુ શેકાઇશું.

આ પણ જુઓ: ઑનલાઇન શૉપિંગ કરો છો? અપનાવો આ ટ્રિક્સ, બચાવો પૈસા

આ પણ જુઓ: મહિનાના અંતે ખિસ્સું ખાલી ન થાય તે માટે શું કરવું?

g clip-path="url(#clip0_868_265)">