Avalon Technologies IPO : નાણાંકીય વર્ષ 2023-24નો પહેલો IPO ખુલ્યો, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

|

Apr 03, 2023 | 8:31 AM

Avalon Technologies IPO : એવલોન ટેક્નોલોજીસની સ્થાપના 1999માં થઈ હતી. તે એન્ડ ટુ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ સોલ્યુશન્સ પ્રોવાઈડર છે. અમેરિકા અને ભારતમાં તેના 12 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.

Avalon Technologies IPO : નાણાંકીય વર્ષ 2023-24નો પહેલો IPO ખુલ્યો, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

Follow us on

આજે પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કરવાની સારી તક છે. ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની Avalon Technologies IPO ખુલ્યો છે.જો તમે શેરબજારમાં કમાણી  કરવા ઈચ્છો છો તો તમારા માટે એક મોટી તક છે. એવલોન ટેક્નોલોજિસ કંપનીએ તેના IPO માટે શેર દીઠ રૂ. 415-436ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPO 865 કરોડ રૂપિયાનો છે. એન્કર રોકાણકારો આ IPOમાં 31 માર્ચે બિડ કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર એવલોન ટેક્નોલોજીસના આ IPOમાં રોકાણ માટે ત્રણ દિવસનો સમય મળશે. આ IPO આજે 3જી એપ્રિલે ખુલ્યા બાદ 6ઠ્ઠી એપ્રિલ 2023ના રોજ બંધ થશે. Avalon Technologies IPOમાં નવા ઇક્વિટી શેર તરીકે રૂ. 320 કરોડ અને પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા શેરના વેચાણ માટે ઓફર -OFS દ્વારા રૂપિયા 545 કરોડનો સમાવેશ થાય છે. કંપનીના શેરનું શેરબજારમાં લિસ્ટિંગ 18 એપ્રિલે BSE અને NSE પર થશે.

IPO 6 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે

DRHP ફાઇલિંગમાં કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IPOનું પબ્લિક સબસ્ક્રિપ્શન 3 થી 6 એપ્રિલ સુધી ખુલ્લું રહેશે. IPOમાં રૂ. 320 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. જ્યારે પ્રમોટર્સ અને હાલના શેરધારકો ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 545 કરોડનો હિસ્સો વેચશે.

એવલોને તાજેતરમાં રૂ. 160 કરોડનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ કર્યું છે. IPO પહેલાના પ્લેસમેન્ટમાં કંપનીએ UNIFI ફાયનાન્સિયલ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 60 કરોડ, અશોકા ઇન્ડિયા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પીએલસી પાસેથી રૂ. 60 કરોડ અને ઇન્ડિયા એક્રોન ફંડ લિમિટેડ પાસેથી રૂ. 40 કરોડ ઊભા કર્યા છે.

OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર

IPOની રકમ ક્યાં વાપરવામાં આવશે?

કંપની દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવાની ચુકવણી, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે ભંડોળ એકત્ર કરવા માટે કરવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી IPO માટે મંજૂરી મળી હતી. આ જાહેર ઓફરમાં ઇશ્યુનો 75% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (QIBs) માટે, 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે અને 10% રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે. રોકાણકારો ઓછામાં ઓછા 34 શેર માટે બિડ કરી શકશે.

યુએસ અને ભારતમાં 12 પ્લાન્ટ

એવલોન ટેક્નોલોજીસની સ્થાપના 1999માં થઈ હતી. તે એન્ડ ટુ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ સોલ્યુશન્સ પ્રોવાઈડર છે. અમેરિકા અને ભારતમાં તેના 12 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. IPO માટે જેએમ ફાઇનાન્શિયલ, DAM કેપિટલ એડવાઇઝર્સ, IIFL સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ ઇન્ડિયાની મર્ચન્ટ બેન્કર્સ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 18 એપ્રિલે BSE અને NSE પર થશે.

Published On - 8:31 am, Mon, 3 April 23

Next Article