Stock Watch : ગુરુવારે શેરબજાર બંધ થયા બાદ ત્રણ કંપનીઓના પરિણામ જાહેર થયા, આજે શેરમાં હલચ જોવા મળી શકે છે
શેરબજાર બંધ થયા બાદ 3 કંપનીઓએ તેમના પરિણામો જાહેર કર્યા છે. ગુરુવારે, ઇન્ડિયન હોટેલ્સ, સિટી યુનિયન બેન્ક અને એમફેસિસે તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ઇન્ડિયન હોટેલ્સ અને સિટી યુનિયન બેન્કે ગયા વર્ષની સરખામણીમાં નફામાં વધારો જાહેર કર્યો છે.
શેરબજાર બંધ થયા બાદ 3 કંપનીઓએ તેમના પરિણામો જાહેર કર્યા છે. ગુરુવારે, ઇન્ડિયન હોટેલ્સ, સિટી યુનિયન બેન્ક અને એમફેસિસે તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ઇન્ડિયન હોટેલ્સ અને સિટી યુનિયન બેન્કે ગયા વર્ષની સરખામણીમાં નફામાં વધારો જાહેર કર્યો છે જ્યારે Mphasisનો નફો ગયા વર્ષની સરખામણીમાં ઘટ્યો છે.
Indian Hotels વધારો
ગયા વર્ષની સરખામણીમાં કંપનીનો નફો રૂપિયા 404 કરોડથી વધીને રૂપિયા 477 કરોડ થયો છે. બીજી તરફ આવક રૂપિયા 1,686 કરોડથી વધીને રૂપિયા 1,964 કરોડ થઈ છે. કંપનીનો EBITDA રૂપિયા 597 કરોડથી વધીને રૂપિયા 732 કરોડ થયો છે. તે જ સમયે EBITDA માર્જિન 35.4 ટકાથી વધીને 37.3 ટકા થઈ ગયું છે. ગુરુવારે શેર 0.4 ટકાના વધારા સાથે 494.4 ના સ્તર પર બંધ થયો હતો.
City Union Bank ના પરિણામ સારા આવ્યા
બેંકનો નફો રૂપિયા 218 કરોડથી વધીને રૂપિયા 253 કરોડ થયો છે. તે જ સમયે વ્યાજની ચોખ્ખી આવક રૂપિયા 556 કરોડથી ઘટીને રૂપિયા 516 કરોડ થઈ છે. બેંકની એનપીએમાં સુધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં ગ્રોસ એનપીએ 4.66 ટકાથી ઘટીને 4.47 ટકા પર આવી ગયો છે. જ્યારે નેટ એનપીએ 2.34 ટકાથી ઘટીને 2.19 ટકા પર આવી છે. ગુરુવારે શેર 0.7 ટકાના ઘટાડા સાથે રૂપિયા 143.9 ના સ્તરે બંધ થયો હતો.
Mphasis ના નફામાં ઘટાડો
સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં કંપનીનો નફો રૂપિયા 392 કરોડથી ઘટીને રૂપિયા 374 કરોડ થયો છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં આવક 3277 કરોડ રૂપિયાથી વધીને 3338 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે EBIT રૂપિયા 507 કરોડથી ઘટીને રૂપિયા 497 કરોડ થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં EBITDA માર્જિન 15.5 ટકાથી ઘટીને 14.9 ટકા થયું છે. ગુરુવારે શેર મામૂલી વધારા સાથે રૂપિયા 2600 ના સ્તર પર બંધ થયો હતો.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.