AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: શેરબજારમાં રજાનું કન્ફ્યુઝન… ‘રામ નવમી’ 26 કે 27 માર્ચ ? આખરે ક્યારે બંધ રહેશે માર્કેટ?

માર્ચના અંતિમ સપ્તાહમાં શેરબજારની રજાઓને લઈને રોકાણકારોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. ખાસ કરીને રામ નવમીની તારીખને લઈને સવાલો ઊઠી રહ્યા છે કે, માર્કેટ 26 માર્ચે બંધ રહેશે કે 27 માર્ચે?

Stock Market: શેરબજારમાં રજાનું કન્ફ્યુઝન... 'રામ નવમી' 26 કે 27 માર્ચ ? આખરે ક્યારે બંધ રહેશે માર્કેટ?
Image Credit source: Getty Images, canva
| Updated on: Mar 24, 2026 | 7:55 PM
Share

માર્ચના અંતિમ સપ્તાહમાં શેરબજારની રજાઓને લઈને રોકાણકારોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. ખાસ કરીને રામ નવમીની તારીખને લઈને સવાલો ઊઠી રહ્યા છે કે, બજાર 26 માર્ચે બંધ રહેશે કે 27 માર્ચે? આવી સ્થિતિમાં જો તમે પણ ટ્રેડિંગનું આયોજન કરી રહ્યા હોવ, તો સાચી માહિતી હોવી ખૂબ જરૂરી છે, જેથી કોઈ નુકસાન કે તક ગુમાવવી ન પડે.

રામ નવમી પર ક્યારે બંધ રહેશે બજાર?

NSE ની સત્તાવાર રજાઓની યાદી મુજબ, ભારતીય શેરબજાર 26 માર્ચ 2026, ગુરુવારના રોજ રામ નવમીના અવસર પર બંધ રહેશે. ટૂંકમાં આ દિવસે BSE અને NSE બંને પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. આનો સ્પષ્ટ અર્થ છે કે, 27 માર્ચ 2026 એટલે કે શુક્રવારના રોજ બજાર સામાન્ય રીતે ખુલ્લું રહેશે અને ટ્રેડિંગ તેના નિર્ધારિત સમયે થશે.

ત્યારબાદ ક્યારે-ક્યારે બંધ રહેશે બજાર?

રામ નવમી પછી પણ આગામી દિવસોમાં બજારમાં રજાઓ ચાલુ રહેશે, જે મુજબ 31 માર્ચ 2026, મંગળવારના રોજ મહાવીર જયંતિ પર બજાર બંધ રહેશે. 03 એપ્રિલ 2026, શુક્રવારના રોજ ગુડ ફ્રાઈડેના કારણે ટ્રેડિંગ થશે નહીં. આ સિવાય 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ પર બજાર બંધ રહેશે.

માર્કેટ ટાઈમિંગ શું છે?

જોવા જઈએ તો, જ્યારે બજાર ખુલ્લું હોય છે, ત્યારે ઈક્વિટી સેગમેન્ટના સમય નીચે મુજબ છે:

  1. પ્રી-ઓપન સેશન: સવારે 09:00 થી 09:08 વાગ્યા સુધી.
  2. નોર્મલ ટ્રેડિંગ સેશન: સવારે 09:15 થી બપોરે 03:30 વાગ્યા સુધી.
  3. ક્લોઝિંગ સેશન: બપોરે 03:40 થી 04:00 વાગ્યાની વચ્ચે.

વર્ષ 2026 માં કુલ કેટલી રજાઓ છે?

વર્ષ 2026 માં કુલ 16 ટ્રેડિંગ હોલિડે નિર્ધારિત છે. આ સિવાય કેટલીક રજાઓ શનિવાર અને રવિવારના (જેમ કે મહાશિવરાત્રી, ઈદ-ઉલ-ફિત્ર, સ્વતંત્રતા દિવસ અને દિવાળી લક્ષ્મી પૂજન-08 નવેમ્બર 2026, રવિવાર) રોજ આવતી હોવાથી ટ્રેડિંગ પર તેની અલગથી અસર પડશે નહીં.

આ પણ વાંચો: મોંઘું તેલ, મોંઘો સામાન… છતાં આ 5 શેરમાં કમાણીની તક, ₹400 થી ₹7000 સુધીના ટાર્ગેટ્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">