AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આ દેશમાં તેલ-ગેસના પુરવઠા ખૂટ્યા ! નહાવાનો સમય ઘટાડવા અને ફોન દિવસમાં ચાર્જ કરવા સરકારનો આદેશ

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવની અત્યંત ગંભીર અસર હવે એક શક્તિશાળી દેશ પર જોવા મળી રહી છે. તેલ અને ગેસના પુરવઠા પર તોળાતા જોખમને ધ્યાનમાં રાખીને, આ દેશે રાતોરાત દેશભરમાં એક નવું કેમ્પેઈન શરૂ કરી દીધું છે.

Breaking News: આ દેશમાં તેલ-ગેસના પુરવઠા ખૂટ્યા ! નહાવાનો સમય ઘટાડવા અને ફોન દિવસમાં ચાર્જ કરવા સરકારનો આદેશ
| Updated on: Mar 24, 2026 | 7:35 PM
Share

ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે તેલ-ગેસના પુરવઠા પર વધતા જતા જોખમને જોતા દક્ષિણ કોરિયાએ દેશભરમાં ઊર્જા બચત અભિયાન (Energy Saving Campaign) શરૂ કર્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રપતિ ‘લી જે મ્યંગે’ મંગળવારે (24 માર્ચ) જણાવ્યું હતું કે, તમામ સરકારી સંસ્થાઓ તેમના પેસેન્જર વાહનોનો ઉપયોગ ઘટાડશે અને સામાન્ય જનતાને પણ ઊર્જા બચાવવા માટે પ્રેરિત કરવામાં આવી છે.

ઊર્જા મંત્રીએ શું કહ્યું?

કેબિનેટ બેઠકમાં ઊર્જા મંત્રી કિમ સુંગ-વ્હાને માહિતી આપી હતી કે, હાલમાં ખાનગી ક્ષેત્રના વાહનોના ઉપયોગ પર કોઈ ફરજિયાત પ્રતિબંધ નથી પરંતુ જો ઊર્જા કટોકટી વધશે તો આ નિર્ણય પર ફરીથી વિચાર કરવામાં આવી શકે છે. જો કે, સરકારે જનતાને ઊર્જા બચાવવા માટે કેટલીક આદતો અપનાવવાનો અનુરોધ કર્યો છે, જેમાં આ બાબતોનો સમાવેશ થાય છે:

  1. નહાવાનો સમય ઘટાડવો
  2. મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વાહનો દિવસના સમયે જ ચાર્જ કરવા
  3. વોશિંગ મશીન અને વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ માત્ર વીકેન્ડ (શનિ-રવિ) પર જ કરવો

તેલનો વપરાશ ઘટાડવાની માંગ

ઊર્જા મંત્રી કિમ સુંગ-વ્હાને જણાવ્યું હતું કે, દેશની ટોચની 50 તેલ વપરાશકર્તા કંપનીઓને તેલનો વપરાશ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ કર્મચારીઓના આવવા-જવાનો સમય અલગ-અલગ રાખવાની (Staggered Commuting) સલાહ આપવામાં આવી છે. સરકારે મે મહિના સુધીમાં પાંચ ન્યુક્લિયર રિએક્ટર ફરી શરૂ કરવા કોલસા આધારિત પ્લાન્ટ્સ પરના નિયંત્રણો હળવા કરવા અને રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) વધારવાનો નિર્ણય લીધો છે. આનાથી દરરોજ સરેરાશ 14,000 ટન LNG ની બચત થઈ શકશે, જે દેશના દૈનિક વપરાશના લગભગ 20% છે.

રિઝર્વ માત્ર બે મહિનાનું જ?

દક્ષિણ કોરિયા દરરોજ 2.9 મિલિયન બેરલ તેલનો વપરાશ કરે છે. તેની પાસે કુલ 190 મિલિયન બેરલનું રિઝર્વ (સ્ટોક) છે પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, પેટ્રોકેમિકલ નિકાસ અને બીજી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આ રિઝર્વ માત્ર બે મહિના સુધી જ ચાલી શકે છે. હોર્મુઝની સ્ટ્રેટમાં યુદ્ધના કારણે ટેન્કર ટ્રાફિક લગભગ બંધ થઈ ગયો છે. દક્ષિણ કોરિયા તેનું 70% ક્રૂડ ઓઈલ આ જ રસ્તેથી આયાત કરે છે.

સરકાર શું કરી રહી છે?

UAE પાસેથી 24 મિલિયન બેરલ તેલના પુરવઠાનું વચન લેવામાં આવ્યું છે પરંતુ તેની ડિલિવરીનો સમય હજુ નક્કી થયો નથી. 25 ટ્રિલિયન વોન (આશરે 16.6 અબજ ડોલર)નું પૂરક બજેટ (Supplementary Budget) તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાન્ય જનતાને કેશ વાઉચર અને કંપનીઓને સહાયની જોગવાઈ કરવામાં આવી શકે છે.

Breaking News : ઈરાન યુદ્ધના 25 દિવસમાં, ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પીએમ મોદીને કર્યો ફોન, થોડાક દિવસો પહેલા ઈરાની રાષ્ટ્રપતિ સાથે મોદીએ કરી હતી વાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">