સરકારી કંપની શેરહોલ્ડર્સને આપશે 210 ટકા ડિવિડન્ડ, જાણો શું છે તેની રેકોર્ડ ડેટ
BPCL એ નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, SEBI રેગ્યુલેશન્સ, 2015 ના રેગ્યુલેશન 29(2) અનુસાર, જાણ કરવામાં આવે છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ 29 નવેમ્બર 2023 ના રોજ યોજાઈ. ફાઈન્સિયલ યર 2023-24 માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત અને રેકોર્ડ ડેટ નક્કી કરવા માટેની દરખાસ્ત પર વિચારણા કરવા માટે મીટિંગનું આયોજન છે.

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ એટલે કે BPCL એ માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ 21 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ 10 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યુને ધ્યાનમાં રાખીને 210 ટકા થાય છે. ત્યારબાદ તેના શેર 52 વીકના હાઈ લેવલ પર પહોંચ્યા હતા.
BPCL ના શેરમાં આજે 2.07 ટકાનો વધારો થયો
આજે એટલે કે 5 ડિસેમ્બરના રોજ BPCL નો શેર 471.05 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. BPCL ના શેરમાં આજે 2.07 ટકાનો વધારો થયો હતો. જો રૂપિયામાં ગણીએ તો તે 9.55 રૂપિયા થાય છે. BPCL ના PSU OMCના બોર્ડે ડિવિડન્ડ માટે 12 ડિસેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
BPCL દ્વારા ડિવિડન્ડ ક્યારે ચૂકવવામાં આવશે?
કંપની ડિવિડન્ડ ચૂકવવા માટે વોરંટ 28 ડિસેમ્બર, 2023 ના રોજ અથવા તે પહેલાં પોસ્ટ કરવામાં આવશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક સવારે 29 નવેમ્બરના રોજ મળી હતી. આ અંગે BPCL એ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનો શેર ડિવિડન્ડ જાહેર કર્યા બાદ તે દિવસે 0.26 ટકા ઘટીને 423.4 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
ડિવિડન્ડ અંગે વિચારણા કરવા BPCL બોર્ડની બેઠક મળી
BPCL એ નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, SEBI રેગ્યુલેશન્સ, 2015 ના રેગ્યુલેશન 29(2) અનુસાર, જાણ કરવામાં આવે છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ 29 નવેમ્બર 2023 ના રોજ યોજાશે. ફાઈન્સિયલ યર 2023-24 માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત અને રેકોર્ડ ડેટ નક્કી કરવા માટેની દરખાસ્ત પર વિચારણા કરવા માટે મીટિંગનું આયોજન છે.
આ પણ વાંચો : જો તમે IPO ભરો છો તો રૂપિયા તૈયાર રાખજો, આ ત્રણ કંપનીના આવી રહ્યા છે આઈપીઓ
BPCL એ મીટિંગ બાદ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને તેના માટે રેકોર્ડ ડેટ 12 ડિસેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. રેકોર્ડ ડેટનો અર્થ એ છે કે તે તારીખ સુધી BPCL ના શેર ધરાવનાર રોકાણકારો જ ડિવિડન્ડની ચુકવણી માટે પાત્ર બનશે.
