જો તમે IPO ભરો છો તો રૂપિયા તૈયાર રાખજો, આ ત્રણ કંપનીના આવી રહ્યા છે આઈપીઓ
ગયા અઠવાડિયે ટાટા ટેક્નોલોજીના શેર 140 ટકા પ્રીમિયમ, ફ્લેર રાઈટિંગના 65 ટકા પ્રીમિયમ, ગાંધાર ઓઈલના 76 ટકા પ્રીમિયમ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની સરકારી કંપની IREDAના શેર 56 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપની જીત થયા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

ભારતીય શેરબજાર હાલમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયું છે. ગયા સપ્તાહે અને આ સપ્તાહના બે દિવસ દરમિયાન શેરબજારમાં અનેક કંપનીઓએ રોકાણકારોને સારૂ રિટર્ન આપ્યું છે. ગયા અઠવાડિયે ટાટા ટેક્નોલોજીસ, ગંધાર ઓઈલ, ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ અને IREDA ના શેર્સ બજારમાં લિસ્ટ થયા હતા. બધી જ કંપનીના શેર્સનું શેરબજારમાં મોટા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું.
ડિસેમ્બરમાં ત્રણ કંપનીના IPO
હવે ડિસેમ્બરમાં બીજી ત્રણ કંપનીના IPO આવી રહ્યા છે. જો તમે IPO ભરો છો તો કમાણી કરવા તૈયાર થઈ જાઓ. ગયા અઠવાડિયે ટાટા ટેક્નોલોજીના શેર 140 ટકા પ્રીમિયમ, ફ્લેર રાઈટિંગના 65 ટકા પ્રીમિયમ, ગાંધાર ઓઈલના 76 ટકા પ્રીમિયમ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની સરકારી કંપની IREDAના શેર 56 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપની જીત થયા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. હવે જોવાનું એ છે કે આગામી IPO કેટલું રિટર્ન મળે છે.
આ IPO દ્વારા રૂપિયાની કમાણી કરી શકો
Ascent Microcell
આ કંપનીનો IPO 8 ડિસેમ્બરે લોન્ચ થશે અને 12 ડિસેમ્બરે બંધ થશે. કંપની કુલ 78.40 કરોડ રૂપિયાના શેર ઈશ્યૂ કરશે. જેમાં કંપનીના 56 લાખ સંપૂર્ણપણે નવા શેર જાહેર કરવામાં આવશે. શેરનો પ્રાઈસ બેન્ડ 133-140 રૂપિયા છે. IPO માં રોકાણ કરવા માટે તમારે ઓછામાં ઓછા 1000 શેર ખરીદવા પડશે.
ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ
આ કંપનીનો આઈપીઓ 13-15 ડિસેમ્બર દરમિયાન ખુલ્લો રહેશે. સ્ટેશનરી ક્ષેત્રની આ કંપની IPO દ્વારા 1200 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાં 350 કરોડ રૂપિયાના નવા શેર અને 850 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ શેર ઉપલબ્ધ રહેશે. આ શેરની પ્રાઈસ બેન્ડ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : અદાણી ગૃપના અચ્છે દિન શરૂ, અદાણી એનર્જીના શેરે રોકાણકારોને એક મહિનામાં આપ્યું 45 ટકાથી વધારે રિટર્ન
શીતલ યુનિવર્સ
શીતલ યુનિવર્સ કૃષિ ક્ષેત્રની કંપની છે અને તેનો IPO 4 ડિસેમ્બરે ખુલ્યો છે, જે 6 ડિસેમ્બરે બંધ થશે. કંપનીએ IPO દ્વારા 23.80 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેના શેરનો ભાવ 70 રૂપિયા છે. IPOમાં રોકાણ કરવા માટે તમારે મિનિમમ 2,000 શેર લેવા પડશે.
