Sovereign Gold Bond : સસ્તું સોનુ ખરીદવું છે? આ 5 દિવસ સરકાર આપી રહી છે તક, જાણો ક્યારે ? ક્યાંથી ?અને કંઈ કિંમતે ? મળશે સસ્તું સોનુ

SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4807 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે

Sovereign Gold Bond : સસ્તું સોનુ ખરીદવું છે? આ 5 દિવસ સરકાર આપી રહી છે તક, જાણો ક્યારે ? ક્યાંથી ?અને કંઈ કિંમતે ? મળશે સસ્તું સોનુ
Sovereign Gold Bond
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 5:15 PM

ભારત સરકાર સસ્તું સોનુ ખરીદવાની વધુ એક તક લાવી રહી છે. આગામી સપ્તાહમાં તમને સોવરિન ગોલ્ડ બોન્ડ્સ(Sovereign Gold Bond)માં રોકાણ કરવાની વધુ એક તક મળશે. SGBનું આગામી સબ્સ્ક્રિપ્શન 12 થી 16 જુલાઇ સુધી ખુલશે. RBIએ આ શ્રેણીની ઇશ્યૂ પ્રાઈસ 4,807 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. આ ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઇન અરજી કરવા પર તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આમ ઓનલાઇન અરજદારો માટે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 4,757 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ અગાઉ 31 મેથી 4 જૂન વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ગોલ્ડ બોન્ડ્સની કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4,889 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે મે 2021 થી સપ્ટેમ્બર 2021 દરમિયાન તે ગોલ્ડ બોન્ડના છ હપ્તા લાવશે. માર્ચ 2021 ના અંત સુધીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સની ત્રીજી શ્રેણીમાંથી 25,702 કરોડ રૂપિયા એકત્ર કરાયા હતા. આરબીઆઈએ અત્યાર સુધીમાં 16,049 કરોડ રૂપિયા એટલે કે 32.55 ટન સોનાની 12 બોન્ડ સિરીઝ લોન્ચ કરી છે.

જાણો શું છે બોન્ડની ઇસ્યુ પ્રાઇસ ? SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4807 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 48070 રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

કેટલું સોનુ ખરીદી શકાય? સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

શું લોક ઈન પિરિયડ હોય છે? બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ? કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

SGB અને ફિઝિકલ ગોલ્ડમાં શું તફાવત છે? સરકારએ દેશમાં ફિઝિકલ ફોર્મમાં ગોલ્ડની ખરીદીની માંગને ઘટાડવા નવેમ્બર ૨૦૧૫ માં આ સ્કીમ શરૂ કરી રહી છે. આ સરકારી બોન્ડ છે. તેને ડીમેન્ટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહી પણ સોનાના વજનમાં અંકાય છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">