Share Market : બજાર ખુલતાં જ SENSEX 1000 અંક સરકી ગયો , NIFTY 14,384 સુધી લપસ્યો

કોરોનના વધતા કહેર વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે શેરબજાર(Share Market) ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું.

Share Market : બજાર ખુલતાં જ SENSEX 1000 અંક સરકી ગયો , NIFTY  14,384 સુધી લપસ્યો
શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 10:03 AM

કોરોનના વધતા કહેર વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે શેરબજાર(Share Market) ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું.આજે સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ નીચે ખુલ્યા છે. જો કે કારોબારની પ્રથમ મિનિટમાં જ સેન્સેક્સ 1000 પોઇન્ટ અને નિફ્ટીમાં 350 પોઇન્ટથી નીચે સરકી ગયા હતા. આરબીએલ, આઈઓબી, પંજાબ સિંધ બેંક લગભગ 10% નીચે પહોંચ્યા હતા.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૫૫ વાગે

Market SENSEX NIFTY
Index 48,461.27 14,496.45
GAIN −1,130.05 (2.28%) −338.40 (2.28%)

આ અગાઉ શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591 ની સપાટીએ બંધ રહ્યો હતો તે નિફ્ટીએ પણ 39 પોઇન્ટ તૂટીને 14,834 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો. બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં બજારમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 48413 ની પર જ્યારે નિફ્ટીએ 14,469.75 સુધી ગોથા લગાવ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકા ઘટાડાની નબળાઈ જોવામાં આવી રહી છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.52 ટકાની નબળાઈ છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 4.13 ટકાનો ઘટાડો દર્જ થયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.11 ટકાના તૂટીને કારોબાર થઈ રહ્યો છે.

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open  48,956.65 High   48,956.65 Low   48,112.17

NIFTY Open   14,644.65 High   14,652.50 Low    14,384.40

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">