Share Market Opening Bell : શેરબજારની ફ્લેટ શરૂઆત, આજે MRF અને TATA Power સહિતની કંપનીઓ પરિણામ જાહેર કરશે
Share Market Opening Bell : આજે શુક્રવારે ભારતીય શેરબજારમાં મુખ્ય સૂચકાંક ફ્લેટ ખુલ્યા છે. વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 21800 ની નીચે આવી ગયો છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 723 પોઈન્ટ ઘટીને 71,428 પર બંધ થયો હતો.
Share Market Opening Bell : આજે શુક્રવારે ભારતીય શેરબજારમાં મુખ્ય સૂચકાંક ફ્લેટ ખુલ્યા છે. વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 21800 ની નીચે આવી ગયો છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 723 પોઈન્ટ ઘટીને 71,428 પર બંધ થયો હતો.
Stock Market Opening(9 February 2024)
- SENSEX : 71,410.29 −18.14
- NIFTY :21,727.00 +9.05
વિદેશી બજારોનાં સંકેત
વૈશ્વિક બજારોમાંથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ગઈ કાલે અમેરિકન માર્કેટમાં, S&P 500 ઇન્ડેક્સ પ્રથમ વખત 5,000 પાર કરવામાં સફળ રહ્યો હતો. ગઈ કાલે ડાઉ જોન્સ 49 પોઈન્ટ અને નાસ્ડેક 37 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. અહીં સ્મોલ કેપ શેર્સમાં પણ તેજી જોવા મળી હતી. સ્મોલ કેપ કંપની આર્મના મજબૂત પરિણામો બાદ 47%નો ઉછાળો જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2020 પછી વોલ્ટ ડિઝનીના પરિણામો પણ શાનદાર રહ્યા છે.
એશિયાના મોટાભાગના બજારો આજે બંધ છે. ચીનના નવા વર્ષ નિમિત્તે ચીન, દક્ષિણ કોરિયા અને તાઈવાનના બજારો બંધ છે. જોકે, સિંગાપોર અને હોંગકોંગમાં અડધા સત્ર માટે ટ્રેડિંગ થશે. આજે, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ફરી એકવાર તેની 34 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચવામાં સફળ રહ્યો છે.
આજે કઈ કંપનીઓ પરિણામો જાહેર કરશે?
આજે Hero MotoCorp, Alkem Lab, Bandhan Bank, MRF, PI Industries, Tata Power, Zydus Lifesciences ,Bajaj Hindustan Sugar, Camlin Life, Cello World, Doms Industries, Globus Spirits, GNA Axles, Honasa Consumer, Inox Green અને Indigo Paints સહિત અન્ય ઘણી કંપનીઓના પરિણામો જાહેર કરવામાં આવશે.
FIIs-DII ના આંકડા
ગઈકાલે એટલે કે ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં ₹4933.78 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં ₹5512.32 કરોડના શેર ખરીદ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં FII દ્વારા અત્યાર સુધીમાં ₹7822.29 કરોડનું વેચાણ જોવા મળ્યું છે. તે જ સમયે, આ મહિનામાં અત્યાર સુધીમાં DII પાસેથી કુલ રૂ. 9083.28 કરોડની ખરીદી જોવા મળી છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.