Mutual Fund : SIPની જેમ જ STP એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાં (Systematic Transfer Plan) તમે રેગ્યુલર રોકાણ કરી શકો છો. SIPમાં જે રીતે દર મહિને 100 રુપિયાથી રોકાણ (Investment) શરુ કરી શકો છો. તેવી જ રીતે STP માં પૈસા વ્યવસ્થિત રીતે ટ્રાન્સફર કરી શકાય છે. જો તમે આ શબ્દ વિશે પહેલીવાર સાંભળી રહ્યાં છો, તો તમારે STP વિશે શરૂઆતથી જ સમજી લેવું જોઈએ. અમે તમને ખૂબ જ સરળ રીતે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
STP સ્કીમમાં પૈસા વ્યવસ્થિત રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે. STPમાં એક ફંડની સ્કીમમાંથી બીજા મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે. SIP ની જેમ STP પણ રોકાણકાર પોતે જ કરે છે. તેને ઉદાહરણ સાથે સમજીએ તો A નામના ડેટ ફંડમાં નાણાંનું રોકાણ કર્યું છે. જો થોડા સમય પછી તમને લાગે છે કે ત્યાં સારો નફો થઈ રહ્યો છે. તમે આ નફો ગુમાવવા માગતા નથી અને પૈસાને B ફંડ (ઇક્વિટી ફંડ)માં પણ ટ્રાન્સફર કરવા માગો છો જેમાં ભવિષ્યમાં વધુ વળતર મળશે તેવું તમને લાગે છે. તો આ સ્થિતિમાં તમે A થી B માં વ્યવસ્થિત રીતે પૈસા ટ્રાન્સફર કરશો.
આ નાણાં એક જ વારમાં ટ્રાન્સફર કરવામાં આવતાં નથી, પરંતુ તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. એટલે કે હપ્તાઓમાં કરવામાં આવે છે. તેથી જ તેને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે STP નો ઉપયોગ લિક્વિડ ફંડ અથવા ડેટ ફંડમાંથી ઇક્વિટી ફંડમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે. STPમાં સારુ વળતર મળી રહે છે. જેનું કારણ એ છે કે સ્ત્રોત ફંડ (ડેટ ફંડ) જ્યાં સુધી તમે તેને સંપૂર્ણપણે ટ્રાન્સફર ન કરો ત્યાં સુધી તમારા માટે વ્યાજ મેળવતું રહે છે.
ડેટ ફંડને સામાન્ય રીતે ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત ગણવામાં આવે છે. જો બજાર ઘટી રહ્યું છે અને તમારી પાસે એક લાખ રૂપિયાની રકમ છે, તો તમે તેને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માગો છો, પરંતુ તમને લાગે છે કે બજાર વધુ ઘટી શકે છે. આવી સ્થિતિમાં જો તમે પહેલા આ ફંડને ડેટ ફંડમાં મૂકશો અને ધીમે ધીમે તેને ઇક્વિટીમાં સ્થાનાંતરિત કરશો તો તમને વધુ લાભ મળશે.
તમારે લિક્વિડ ફંડ અથવા સારી ડેટ સ્કીમ શોધવી પડશે અને તે સ્કીમમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારે એ પણ નક્કી કરવું પડશે કે તમે કેટલા હપ્તાઓમાં ઇક્વિટી ટ્રાન્સફર કરવા માંગો છો. જો તમે દર મહિને રૂ. 10 હજાર ટ્રાન્સફર કરો છો, તો 10 મહિનામાં સમગ્ર નાણાં તમારા ડેટ ફંડમાંથી ઇક્વિટી ફંડમાં 10 હજાર રુપિયા ટ્રાન્સફર થઈ જશે. આ સમયગાળા દરમિયાન, તમને ડેટ ફંડમાંથી કેટલાક લાભો પણ મળશે. એટલે કે તમે ડેટ ફંડમાંથી 1 લાખ રુપિયા પર જે નફો કર્યો છે તે પણ તમારા માટે નફો હશે.
ClearTax.in મુજબ STP માટે અરજી કરવા માટે તમારે એક મ્યુચ્યુઅલ ફંડમાંથી બીજામાં ઓછામાં ઓછા 6 મૂડી ટ્રાન્સફર કરવાની જરૂર છે. તમારે એન્ટ્રી માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. જોકે SEBIએ ફંડ હાઉસને Exit load વસૂલવાની છૂટ આપી છે. એટલે કે જ્યારે તમે પૈસા ઉપાડશો, ત્યારે તમારે કેટલીક ફી ચૂકવવી પડશે, પરંતુ આ ફી 2 ટકાથી વધુ નહી હોય.
STP એટલે કે એક ફંડમાંથી બીજા ફંડમાં નાણાં ટ્રાન્સફર કરવાની કામગીરીને રિડેમ્પશન અને નવા રોકાણ તરીકે ગણવામાં આવે છે.રિડેમ્પશન સામાન્ય રીતે ટેક્સેબલ હોય છે, એટલે STP પર પણ કર લાગશે. ડેટ ફંડમાંથી પ્રથમ 3 વર્ષમાં ટ્રાન્સફર કરાયેલા નાણાં શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG)ને આધીન છે. એ અલગ વાત છે કે આ ટેક્સ લાગ્યા પછી પણ તમને જે રિટર્ન મળ્યું હશે તે બેંકમાં રાખેલા પૈસા કરતાં વધુ હશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો