AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money: આ 5 Small Cap Fundsએ 5 વર્ષમાં રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, વર્ષે 40 ટકા જેટલુ વળતર આપ્યુ

રોકાણની (Investment) વાત કરીએ તો ઘણી મ્યુચ્યુઅલ ફંડ 30 ટકાથી પણ વધુ વળતર આપતા હોય છે. જો કે બજારમાં ઉતાર ચઢાવએ રોકાણકારો માટે જોખમને આધીન પણ હોય છે. જો કે યોગ્ય રિસર્ચ કરીને જો રોકાણ કરવામાં આવે તો કેટલાક ફંડ ધાર્યા કરતા વધુ રિટર્ન આપી શકે છે. ખાસ કરીને Small Cap Funds રોકાણકારોની પસંદ બન્યા છે.

Sabka Sapna Money Money: આ 5 Small Cap Fundsએ 5 વર્ષમાં રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, વર્ષે 40 ટકા જેટલુ વળતર આપ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 4:37 PM
Share

Mutual Fund : રોકાણની (Investment) વાત કરીએ તો ઘણી મ્યુચ્યુઅલ ફંડ 30 ટકાથી પણ વધુ વળતર આપતા હોય છે. જો કે બજારમાં ઉતાર ચઢાવએ રોકાણકારો માટે જોખમને આધીન પણ હોય છે. જો કે યોગ્ય રિસર્ચ કરીને જો રોકાણ કરવામાં આવે તો કેટલાક ફંડ ધાર્યા કરતા વધુ રિટર્ન આપી શકે છે. ખાસ કરીને Small Cap Funds રોકાણકારોની પસંદ બન્યા છે.

આ પણ વાંચો- Sabka Sapna Money Money: Overnight Funds આપે છે રોજે રોજનું રિટર્ન, રોકાણ પણ રહેશે સુરક્ષિત, જાણો કેટલુ રોકાણ કરવું

છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો ક્વોન્ટ સ્મોલ કેપ ફંડનું સરેરાશ SIP વળતર વાર્ષિક 42.69 ટકા રહ્યું છે. આ સ્કીમમાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 16.82 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5 હજાર રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 1000 રૂપિયા છે.

Nippon India Small Cap Fund

છેલ્લા 5 વર્ષમાં Nippon India Small Cap Fundનું સરેરાશ SIP વાર્ષિક રિટર્ન 35.8 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 14.35 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5 હજાર રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 1 હજાર રૂપિયા છે.

HSBC Small Cap Fund

5 વર્ષમાં HSBC સ્મોલ કેપ ફંડનું સરેરાશ SIP વાર્ષિક રિટર્ન 31.82 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રુપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 13.08 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5 હજાર રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 1 હજાર રૂપિયા છે.

HDFC Small Cap Fund

HDFC સ્મોલ કેપ ફંડનું 5 વર્ષમાં સરેરાશ SIP વળતર વાર્ષિક 31.16 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 12.88 લાખ રૂપિયા થઈ ગયું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 100 રૂપિયા છે. જ્યારે લઘુત્તમ SIP 100 રૂપિયા છે.

Union Small Cap Fund

યુનિયન સ્મોલ કેપ ફંડનું 5 વર્ષમાં સરેરાશ SIP વળતર વાર્ષિક 30.41 ટકા રહ્યું છે. આ યોજનામાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણનું મૂલ્ય 5 વર્ષમાં વધીને 12.65 લાખ રૂપિયા થઈ ગયું છે. આ યોજનામાં લઘુત્તમ રોકાણ રૂ. 1 હજાર છે. જ્યારે લઘુત્તમ એસઆઈપી 1 હજાર રુપિયા છે.

(સ્રોત: AMFI, NAV- 18 સપ્ટેમ્બર 2023, રીટર્ન ડાયરેક્ટ સ્કીમ પર આધારિત)

Small Cap Fund શું છે?

આ સ્મોલ કેપ ફંડનું રોકાણ સ્મોલ કેપ કંપનીઓમાં થતુ હોય છે. સ્મોલ કેપ કંપનીઓની માર્કેટ કેપ ઓછી હોય છે. કંપનીઓનું માર્કેટ કેપ 500 કરોડ રુપિયાથી ઓછું છે. સામાન્ય રીતે, સ્મોલ કેપ ફંડ્સ માર્કેટ કેપમાં 251માં રેન્કથી શરૂ થતી કંપનીઓમાં રોકાણ કરે છે. કંપનીઓના બિઝનેસમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. ફંડ હાઉસ કંપનીઓને તેમના ગ્રોથ એસેસમેન્ટના આધારે રોકાણ માટે ઓળખે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">