સતત 9મા દિવસે ઉછાળા સાથે રૂપિયો પહોંચ્યો એક મહિનાની ટોચે, જાણો તમને શું થશે ફાયદો

|

Dec 28, 2021 | 11:55 PM

છ કરન્સીની તુલનામાં ડૉલરના વલણને દર્શાવતો ડૉલર ઈન્ડેક્સ 0.08 ટકા ઘટીને 96.02 થયો હતો. નિષ્ણાંતોના મતે રૂપિયો આગામી કેટલાક દિવસો સુધી મર્યાદિત રેન્જમાં રહી શકે છે.

સતત 9મા દિવસે ઉછાળા સાથે રૂપિયો પહોંચ્યો એક મહિનાની ટોચે, જાણો તમને શું થશે ફાયદો

Follow us on

સ્થાનિક શેરબજારોમાં (stock markets) મજબૂત વલણ વચ્ચે બિઝનેસમાં જોખમ ઉઠાવવાની ક્ષમતામાં સુધારો આવવાને કારણે રૂપિયામાં સતત નવમાં ટ્રેડિંગ સત્રમાં (trading session) સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં (interbank foreign exchange market) યુએસ ચલણ સામે રૂપિયો 34 પૈસાની તેજી સાથે 74.66 પ્રતિ ડોલર પર પહોંચ્યો હતો. આ સ્થાનિક ચલણનું એક મહિનાનું સર્વોચ્ચ સ્તર છે.

 

કેવો રહ્યો આજનો કારોબાર?

ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 74.95 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઉછાળા સાથે ડોલરની સાથે રૂપિયામાં 74.60ની ઊંચી સપાટી અને ઘટાડો થવા પર 74.95ની નીચી સપાટી નોંધાઈ હતી. અંતમાં અમેરિકી ડોલરની તુલનામાં આ 34 પૈસાની તેજીની સાથે 74.66 પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

 

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે ત્રણ પૈસા સુધરી 75 રૂપિયા પ્રતિ ડોલરની સપાટીએ બંધ રહ્યો હતો. બજારના સુત્રોએ જણાવ્યું હતું કે ભારતીય શેરબજારમાં તેજીનું વલણ અને મજબૂત એશિયન કરન્સીના કારણે ટ્રેડિંગ સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષની રજાઓ પહેલા બિઝનેસ હવે એક મર્યાદીત રેન્જમાં રહેવાની અપેક્ષા છે.

 

 

તેમણે કહ્યું કે અમેરિકી ડૉલરની મજબૂતી અને ઓમિક્રોન વાઈરસની ચિંતાએ કેટલાક અંશે રૂપિયાના ઉછાળા પર અંકુશ લગાવ્યો છે. જ્યારે રૂપિયાની ચાલને અસર કરતા પરિબળમાં સમાવિષ્ટ બીએસઈનો 30 શેરનો સેન્સેક્સ 477.24 પોઈન્ટના વધારા સાથે 57,897.48 પોઈન્ટ પર બંધ થયો હતો. આ દરમિયાન છ કરન્સીની તુલનામાં  ડૉલરના વલણને દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ 0.08 ટકા ઘટીને 96.02 થયો હતો.

 

 

ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સની કિંમત 0.57 ટકા વધીને 79.05 ડોલર પ્રતિ બેરલ થઈ હતી. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. તેમણે સોમવારે 1,038.25 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું હતું.

 

 

રૂપિયાની મૂવમેન્ટની શું થાય છે અસર?

ડોલર સામે રૂપિયાની ગતિવિધિની અસર વિદેશી વેપારના તે ક્ષેત્રો પર જોવા મળે છે જ્યાં ડોલરમાં ચૂકવણી કરવામાં આવે છે. રૂપિયો નબળો પડવાનો અર્થ એ છે કે તમારે ડૉલરની કિંમતની ચીજવસ્તુઓ અથવા સેવાઓ ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ તમને એક ડોલરની વસ્તુ અથવા સેવા વેચીને વધુ રૂપિયા મળે છે. પરંતુ જ્યારે રુપિયો મજબૂત થાય છે, ત્યારે આ જ વસ્તુ પલટાઈ જાય છે.

 

 

તમારે વિદેશી સેવાઓ અથવા સામાન ખરીદવા માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. જો કે વિદેશમાં આપવામાં આવતી સેવાઓ કે માલ માટે પણ રૂપિયા ઓછા મળવા લાગે છે. અત્યારે તેની સૌથી વધુ અસર ક્રૂડ ઓઈલ પર પડશે કારણ કે ભારત તેની મોટાભાગની ક્રૂડ ઓઈલની જરૂરિયાત બહારથી ખરીદે છે. રૂપિયો મજબૂત થવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર થોડી ઓછી થશે, જેના કારણે તિજોરી પરનો બોજ ઓછો થશે.

 

 

આ પણ વાંચો : India GDP Growth Rate: ICRAનું અનુમાન, જાણો આ નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ કેટલો રહેશે 

Next Article