India GDP Growth Rate: ICRAનું અનુમાન, જાણો આ નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ કેટલો રહેશે
GDP growth rate: સ્થાનિક રેટિંગ એજન્સી ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે "અમે અર્થતંત્રના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો વચ્ચે સ્પષ્ટ 'K' આકારના પુનરુદ્ધારની સાથે ચાલુ નાણાકીય વર્ષમાં નવ ટકા વૃદ્ધિના અમારા અનુમાન પર કાયમ છીએ."
વર્તમાન નાણાકીય વર્ષ (2021-22) અને આગામી નાણાકીય વર્ષ (2022-23)માં દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો વાસ્તવિક વૃદ્ધિ દર 9 ટકા રહેવાનો અંદાજ છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના નવા વેરીઅન્ટ ઓમિક્રોન (Omicron) અંગે ચિંતા હોવા છતાં અર્થતંત્રનો વિકાસ દર ઊંચો રહે તેવું અનુમાન છે. ચાલુ નાણાકીય વર્ષના (financial year) બીજા ત્રિમાસિક ગાળામાં જુલાઈ-સપ્ટેમ્બરમાં આર્થિક વિકાસ દર 8.4 ટકા રહ્યો છે. જ્યારે એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર 20.1 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું.
સ્થાનિક રેટિંગ એજન્સી ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે “અમે અર્થતંત્રના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો વચ્ચે સ્પષ્ટ ‘K’ આકારના પુનરુદ્ધારની સાથે ચાલુ નાણાકીય વર્ષમાં નવ ટકા વૃદ્ધિના અમારા અનુમાન પર કાયમ છીએ.”
આગામી નાણાકીય વૃદ્ધિ દર 9 ટકા રહેશે
‘K’ આકારના પુનરુદ્ધારનો સંદર્ભ મંદી પછી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ પુનરુદ્ધારના સ્તરથી છે. તેમણે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા નવ ટકાના દરે વૃદ્ધિ કરશે. નાયરે આશા વ્યક્ત કરી કે માર્ચ 2022 સુધીમાં બંને રસી મેળવનાર પુખ્ત વયના લોકોની સંખ્યા વધીને 85-90 ટકા થઈ જશે. તેમણે કહ્યું કે બુસ્ટર ડોઝ અને 15-18 વય જૂથ માટે રસીની જાહેરાત આવકાર્ય છે, પરંતુ હાલ તે જોવાનું બાકી છે કે શું હાલની રસીઓ ઓમિક્રોન સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે કે નહીં, જેનાથી દેશમાં મહામારીની ત્રીજી લહેરને રોકી શકાય.
ફરીથી અંકુશને કારણે વૃદ્ધિને લાગી શકે છે આંચકો
તેમણે કહ્યું કે કોવિડ -19ના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યો દ્વારા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે, જે અસ્થાયી રૂપે આર્થિક પુનરુદ્ધારને અવરોધે છે. ખાસ કરીને આ વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં સંપર્ક-સઘન ક્ષેત્રોને અસર કરી શકે છે. નાયરે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં અર્થતંત્રનું વિસ્તરણ વધુ અર્થપૂર્ણ અને મૂર્ત હશે. વર્તમાન નાણાકીય વર્ષમાં આધારની અસરને કારણે આ વિસ્તરણ જેવું નહીં હોય.
હજી સુધી સસ્ટેનેબલ ગ્રોથનો કોઈ સંકેત નથી
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે ઉપલબ્ધ ડેટા સ્પષ્ટ પુરાવા આપતા નથી કે નાણાકીય નીતિ સમિતિ (MPC)ના ટકાઉ અને સતત વૃદ્ધિ માટેના માપદંડોને પૂર્ણ કરવામાં આવ્યા છે, જેના આધારે તે ફેબ્રુઆરી 2022માં નીતિના વલણમાં ફેરફાર કરીને તેને તટસ્થ કરે છે.
આ પણ વાંચો : રિટર્ન ફાઈલ કરવા માટે બાકી રહ્યા છે માત્ર 3 દિવસ, ટેક્સ વિભાગે અત્યાર સુધી જાહેર કર્યું લગભગ 1.5 લાખ કરોડનું રિફંડ