AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIએ ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારને આપી ચેતવણી, રોકાણકારો વિશે કહી આ વાત

એક તરફ સરકાર કાયદો લાવી રહી છે, બીજી તરફ RBIએ ફરી એકવાર ખાનગી ક્રિપ્ટોકરન્સી અંગે સરકારને ચેતવણી આપી છે. ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય બજાર પર ખાનગી ડિજિટલ ચલણની અસર અંગે ગંભીર ચિંતા છે.

RBIએ ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારને આપી ચેતવણી, રોકાણકારો વિશે કહી આ વાત
RBI Governor Shaktikanta Das
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:30 PM
Share

Shaktikanta Das on Cryptocurrency: એક તરફ સરકાર ક્રિપ્ટોકરન્સી બિલ લાવવાની તૈયારી કરી રહી છે, જે ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા નક્કી કરશે અને ખાનગી ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય નક્કી કરશે. બીજી બાજુ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ ( RBI Governor Shaktikanta Das)  બીટકોઈન, ઈથેરિયમ જેવી ખાનગી ડિજિટલ કરન્સીને લઈને સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ગુરુવારે એક કાર્યક્રમને સંબોધતા શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેન્ક બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને લઈને “ગંભીરતાથી” ચિંતિત છે અને તેમણે આ ચિંતા સરકારને પણ જણાવી દીધી છે. હવે સરકારે આ મામલે નિર્ણય લેવાનો છે. તેમણે ઉમેર્યું કે અર્થવ્યવસ્થામાં ક્રિપ્ટોકરન્સીના યોગદાન અંગે “વિશ્વસનીય ખુલાસા અને જવાબો”ની જરૂર છે.

બિટકોઈન જેવી ખાનગી ક્રિપ્ટો કરન્સી નિયમનના દાયરામાં આવતી  નથી. તેના ભાવમાં ભારે વધઘટ થતી રહે છે. આવા અવાજો ઉઠી રહ્યા છે કે તેમને વિદેશી સંપત્તિ ગણવી જોઈએ. સરકારે નક્કી કરવાનું છે કે તેમને સંપૂર્ણ રીતે મંજૂરી આપવી કે નહીં.

નાણામંત્રીએ કહ્યું હતું કે કેબિનેટ ક્રિપ્ટોકરન્સી માટે તૈયાર છે 

આ પહેલા 4 જૂને પણ દાસે ખાનગી ક્રિપ્ટોકરન્સી વિશે જાહેરમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ક્રિપ્ટોકરન્સી રોકાણકારો અંગે દાસે કહ્યું કે રિઝર્વ બેંક ડિજિટલ ચલણમાં રોકાણ અંગે કોઈ સલાહ આપી રહી નથી. તે રોકાણકારોનો પોતાનો નિર્ણય હશે. ક્રિપ્ટોકરન્સી અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે 16 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે સરકાર એક કાયદો લઈને આવી રહી છે, જે તેને નિયંત્રિત કરશે. તેમણે તો એમ પણ કહ્યું હતું કે ક્રિપ્ટો કાયદા અંગે કેબિનેટની નોંધ તૈયાર છે. હું તે દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે તેને કેબિનેટની મંજૂરી મળશે.

RBI પોતાનું ડિજિટલ ચલણ લાવવાના પક્ષમાં 

ભારતીય રિઝર્વ બેંક સતત ખાનગી ક્રિપ્ટોકરન્સીનો વિરોધ કરી રહ્યું છે અને CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) ની તરફેણ કરી રહ્યું છે. રિઝર્વ બેંકની એક સમિતિ આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં સેન્ટ્રલ બેંક તેની ડિજિટલ કરન્સી અંગે મોટી જાહેરાત કરી શકે છે. એક પ્રતિષ્ઠીત મીડિયા સાથેની વાતચીતમાં ગવર્નર શક્તિકાંત દાસે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 સુધીમાં સીબીડીસીનો (CBDC) ટ્રાયલ પ્રોગ્રામ  લોન્ચ થઈ શકે છે.

સરકારને ક્રિપ્ટોકરન્સીની ચિંતા વિશે જાણ કરવામાં આવી છે

અલ સાલ્વાડોર આ સપ્તાહે બિટકોઈનને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે. એક દિવસમાં ચલણના મૂલ્યમાં 20 ટકા ‘કરેક્શન’ આવ્યા બાદ ત્યાં ઘણો તણાવ પેદા થયો છે. દાસે કહ્યું “અમે સરકારને ક્રિપ્ટોકરન્સી અંગે અમારી ગંભીર અને મોટી ચિંતા જણાવી છે. સરકારે આ અંગે નિર્ણય લેવાનો છે. ”

RBIના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો

રિઝર્વ બેંકે શરૂઆતમાં બેન્કોને આ પ્રકારની સંપત્તિમાં રોકાણકારો દ્વારા કારોબારની પરવાનગી આપવા પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંકના આદેશને રદ કરી દીધો હતો, ત્યારબાદ તેની પરવાનગી આપવામાં આવી હતી. કેટલાક સમાચાર અનુસાર કેટલીક બેન્કોએ ફરીવાર આ પ્રકારનું કામકાજ શરૂ કર્યું છે. આ પહેલા માર્ચમાં દાસે કહ્યું હતું કે તેમની પાસે આ વિશ્વાસ કરવાનું કારણ છે કે સરકાર કેન્દ્રીય બેંક દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતા સાથે સંમત છે.

આ પણ વાંચો :  JioPhone Next : વિશ્વના સૌથી સસ્તા ફોન માટે દિવાળી સુધી કરવો પડશે ઇંતેજાર , RELIANCE આજે લોન્ચ કરવાનું હતું , જાણો ફોનની કિંમત અને ખાસિયત

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">