JioPhone Next : વિશ્વના સૌથી સસ્તા ફોન માટે દિવાળી સુધી કરવો પડશે ઇંતેજાર , RELIANCE આજે લોન્ચ કરવાનું હતું , જાણો ફોનની કિંમત અને ખાસિયત

ioPhone Next ને ગૂગલના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. એટલે કે, ફોનના સોફ્ટવેર અને સિક્યોરિટી માટે ગૂગલ જવાબદારી નિભાવશે.

JioPhone Next : વિશ્વના સૌથી સસ્તા ફોન માટે દિવાળી સુધી કરવો પડશે ઇંતેજાર , RELIANCE આજે લોન્ચ કરવાનું હતું  , જાણો ફોનની કિંમત અને  ખાસિયત
Mukesh Ambani - Chairman , Reliance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:56 AM

JioPhone Next માટે હજુ ઇંતેજાર કરવો પડશે. આજે એટલે કે 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોનનું લોન્ચિંગ થવાનું હતું પરંતુ જિયો અને ગૂગલે (Jio and Google) જણાવ્યું છે કે તેમનો બહુપ્રતિક્ષિત JioPhone Next smart phone હવે દિવાળીની આસપાસ લોન્ચ કરશે.

આ સ્માર્ટફોન અગાઉ 10 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. Jio અને Google તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને કંપનીઓએ આ ફોનના લોન્ચિંગની દિશામાં અત્યાર સુધી ઘણી સારી પ્રગતિ કરી છે.મુકેશ અંબાણીએ(Mukesh Ambani) દાવો કર્યો છે કે આ દુનિયાનો સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે. કંપનીનો હેતુ આ સ્માર્ટફોનને દેશના 45 કરોડ 2G યુઝર્સ સુધી પહોંચવાનો છે.

ફોનનું પરીક્ષણ ચાલી રહ્યું છે આ બંને કંપનીઓના સંયુક્ત નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જિયોફોન નેક્સ્ટ નામના આ ફોનનું પરીક્ષણ કેટલાક વપરાશકર્તાઓ સાથે મળીને શરૂ થયું છે. અમે આ પરીક્ષણ દ્વારા ફોનના વધુ રિફાઇન કરવામાં લાગ્યા છીએ જેથી તે દિવાળીના તહેવારોની સિઝનમાં ઉપલબ્ધ કરી શકાય. લોન્ચનો સમય વધારવાથી સમગ્ર વિશ્વમાં સેબી કંડકટરોની અછતની સમસ્યાનો સામનો કરવામાં પણ મદદ મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

JioPhone Next ને ગૂગલના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. એટલે કે, ફોનના સોફ્ટવેર અને સિક્યોરિટી માટે ગૂગલ જવાબદારી નિભાવશે. ફોનના લોન્ચિંગ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ સ્માર્ટફોનને સતત અપડેટ્સ મળશે. આ ઉપરાંત ફોનને વર્લ્ડ ક્લાસ સિક્યુરિટી અને માલવેર પ્રોટેક્શન પણ મળશે.

જાણો JioPhone Next ના સ્પેસિફિકેશન અને કિંમત શું હશે? જાણીતા ડેટા એન્જિનિયર અને પ્રોડક્ટ રિવ્યૂ ટીપ્સ્ટર અનુસાર JioPhone Next ની કિંમત 3,499 રૂપિયા આસપાસ  હશે. તેણે JioPhone Next ના સ્પેસિફિકેશન પણ શેર કર્યા છે. તેમના મતે ફોનમાં 5.5-ઇંચની HD ડિસ્પ્લે, 13-મેગાપિક્સલનો rear કેમેરો અને 2500mAh ની બેટરી મળશે.

ચાઇનીઝ અને કોરિયન કંપનીને સ્પર્ધા મળશે ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ હાલમાં દેશના સ્માર્ટફોન માર્કેટમાં 75 ટકા પ્રભુત્વ ધરાવે છે. ખાસ કરીને, Xiaomi, Vivo, Oppo, Realme, OnePlus, Gionee જેવી ચીની કંપનીઓના ફોન સૌથી વધુ વેચાય છે. આ પછી દક્ષિણ કોરિયાની કંપની સેમસંગનો નંબર આવે છે. આવી સ્થિતિમાં JioPhone Next ના આગમનથી અન્ય કંપનીઓના 4G અને 5G માર્કેટ પર ખરાબ અસર પડી શકે છે. JioPhone ની જેમ કંપની JioPhone Next સાથે પણ આકર્ષક ડેટા ઓફર કરી શકે છે. જે ગ્રાહકોને આકર્ષી શકે છે.

મુકેશ અંબાણીએ AGM માં કરી હતી જાહેરાત જૂનમાં યોજાયેલી 44 મી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં જિયો ફોન નેક્સ્ટની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જિયો અને ગૂગલની ભાગીદારીમાં બનેલા આ 4 જી સ્માર્ટફોનને ખૂબ જ સસ્તું ફોન ગણાવવામાં આવી રહ્યો છે. કંપનીએ હજુ સુધી Jio Phone Next ની કિંમત અને સ્પેસિફિકેશન સત્તાવાર જાહેર કર્યા નથી. પરંતુ ઘણી વખત ફોન વિશેની માહિતી લીકમાં સામે આવી છે. જિયો ફોન નેક્સ્ટમાં ગૂગલ પ્લે સ્ટોર, વોઇસ આસિસ્ટન્ટ અને લેંગ્વેજ ટ્રાન્સલેશન જેવી સુવિધાઓ આપવામાં આવશે.

જાણો ફોનની શું હશે ખાસિયત

  • Jio Phone Next Android 11 Go Edition સાથે આવશે.
  • ફોનમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે, QM215 પ્રોસેસર હોઈ શકે છે.
  • હેન્ડસેટમાં 2 અથવા 3 જીબી રેમ અને 16 અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપી શકાય છે.
  • જિયો ફોન નેક્સ્ટમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 13 મેગાપિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ સેન્સર હોઈ શકે છે.
  • ફોનને પાવર આપવા માટે 2500mAh ની બેટરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.
  • જિયો ફોન નેક્સ્ટમાં ડ્યુઅલ-સિમ સપોર્ટ, બ્લૂટૂથ 4.2, જીપીએસ કનેક્ટિવિટી અને 1089 પિક્સલ વિડિયો રેકોર્ડિંગ ક્ષમતા જેવી સુવિધાઓ હોવાની અપેક્ષા છે.
  • DuoGo અને ગૂગલ કેમેરા ગો હેન્ડસેટમાં પ્રી-ઇન્સ્ટોલ થઈ શકે છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં આવ્યો ઉછાળો , શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે ? જાણો આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો :  GST નો આ નિયમ તમને અચરજ પમાડશે ! રોટલી પર 5% પણ પરોઠા પણ ચૂકવવો પડશે 18% ટેક્સ , જાણો શું છે આ પાછળ તર્ક

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">