ભારતીય રેલવે(Indian Railway)એ બાયોમેટ્રિક ટોકન મશીન(Biometric Token ) લોન્ચ કર્યું છે. કોરોનામાં મુસાફરોની સલામતી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને આ મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનના ઘણા લાભ છે.હવે રિઝર્વેશનની જેમ જનરલ ટિકિટમાં પણ યાત્રીને કોચ નંબર અને સીટની ફાળવણી કરવામાં આવશે. આ પ્રયોગ કોરોનાથી યાત્રીઓને સુરક્ષિર રાખવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવ્યો છે જોકે જનરલ કોચમાં માત્ર સીટની સંખ્યા જેતલાંજ મુસાફરો મુસાફરી કરતા નથી તેવા સંજોગોમાં સિસ્ટમ કારગર નીવડશે કે નહિ તે પ્રશ્નો પણ ઉઠયા છે.
જનરલ ડબ્બામાં બેસતી વખતે મુસાફરોને ભારે ભીડનો સામનો કરવો પડે છે. રેલવે પ્રશાસને પણ આ ભીડને નિયંત્રિત કરવા માટે જહેમત ઉઠાવવી પડે છે. કોરોનાકાળ દરમિયાન તે યોગ્ય નથી કે રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનો પર ઉમટી પડે અને મુસાફરો બે ગજ દુરીનાં નિયમનો ભંગ કરે. તેને જોતા ટ્રેનમાં ચઢવાનું સરળ બને તે માટે બાયોમેટ્રિક ટોકન મશીનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
ટોકનનો શું ફાયદો થશે
આ મશીનથી દરેક મુસાફરો માટે એક ટોકન જનરેટ કરવામાં આવશે અને તે જ ટોકનની મદદથી મુસાફરો પોતાના ક્રમ અનુસાર ટ્રેનમાં ચડશે. આ વ્યવસ્થા સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ડબ્બા માટે છે કારણ કે રિઝર્વ કોચના મુસાફરો અગાઉથી જાણે છે કે કયા કોચમાં કઈ સીટ પર બેસવાનું છે. જનરલ કોચમાં આવી કોઈ વ્યવસ્થા નથી અને લોકો ટોળે વળે છે. આ કારણે, કોરોનાકાળમાં વધુ જોખમ ઉભું થઇ શકે છે.
ભીડથી છુટકારો મળશે
ટ્રેનમાં ચઢતી વખતે વધારે ભીડ અને થતા ઝઘડાને જોતા બાયોમેટ્રિક મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન દરેક પેસેન્જરનું નામ, PNR નંબર, ટ્રેન નંબર અને ડેસ્ટિનેશનનો રેકોર્ડ રાખે છે. આ માહિતી યાત્રીને મશીન પર આપવાની રહેશે. આ પછી બાયોમેટ્રિક મશીન તમારો ફોટો અને ફિંગર પ્રિન્ટ લેશે. આ બધી માહિતી આપ્યા પછી મશીન ટોકન જનરેટ કરશે. આ ટોકન પર સીરીયલ નંબર અને કોચ નંબર લખેલ છે. પેસેન્જરે કોચ નંબર મુજબ ઉલ્લેખિત સીટ પર બેસવાનું રહેશે.
બાયોમેટ્રિક ટોકન મશીનનો મોટો ફાયદો એ છે કે ટ્રેનમાં મુસાફરો દ્વારા કરવામાં આવેલા ગુનાહિત કૃત્યોને પણ અટકાવી શકાય છે. રેલવે પાસે દરેક મુસાફરોની વિગતો હશે, જો કોઈ ગુનો કરવામાં આવે તો તેને સરળતાથી પકડી શકાય છે. બાયોમેટ્રિક મશીનમાં ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ સંગ્રહિત થવાના ભયને કારણે ગુનાહિત તત્વો ટ્રેનમાં ચડવાનું ટાળી શકે છે. તેનાથી રેલ મુસાફરી સલામત બનશે.
રેલવેના મતે બાયોમેટ્રિક મશીનનો મોટો ફાયદો સ્ટેશનો પર ભીડને રોકવામાં હશે. મુસાફરોને કોચ નંબર અગાઉથી મળી જશે, તેથી તેઓ ટ્રેનમાં ચડવા માટે કલાકો સુધી કતારમાં રાહ જોશે નહીં. બાયોમેટ્રિક મશીનથી મુસાફરને ટોકન લેતી વખતે જ ખબર પડશે કે કયા કોચમાં બેસવું છે, પછી તે સ્ટેશન કે ટ્રેન નજીક આવશે ત્યારે જ આવશે.
South Central Railway launched Biometric Token Machine services for Passengers at Secunderabad station; To facilitate smooth boarding of passengers into unreserved coaches pic.twitter.com/6l2uMVL8qr
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) September 19, 2021
પ્લેટફોર્મ પર ભીડ નહીં હોય
સામાન્ય વર્ગના મુસાફરો સ્ટેશનો પર કેટલાક કલાકો અગાઉ ભેગા થતા જોવા મળે છે કારણ કે તેઓ ટ્રેનમાં બેસવાની અને ભીડ ટાળવાની ચિંતા કરે છે. એકવાર પેસેન્જરને ટોકન મળી જાય, તે ટ્રેન શરૂ થવાના થોડા સમય પહેલા પ્લેટફોર્મ પર જશે અને આરામથી તેના કોચમાં પ્રવેશ કરશે. ટોકન મશીન રેલવે પ્રોટેક્શન ફોર્સની જરૂરિયાત અને કામમાં ઘટાડો કરશે કારણ કે વહીવટી કામગીરીમાં પોલીસ દળને વધુ કામ કરવું પડે છે. બાયોમેટ્રિક મશીન સૌપ્રથમ 14 સપ્ટેમ્બર 2021 ના રોજ સિકંદરાબાદ સ્ટેશન પર લોન્ચ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અન્ય બાયોમેટ્રિક મશીન પણ સ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચો : ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક ઇન્કાર કરે છે ? જાણો આ RBI નો આ નિયમ જે તમને પૂરેપૂરું મૂલ્ય અપાવશે
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો કિંમતમાં કોઈ ફેરફાર થયો કે નહિ?
Published On - 7:42 am, Wed, 22 September 21