12 રૂપિયાનો આ પાવર શેર ખરીદવા રોકાણકારોની પડાપડી, એક સમયે ભાવ હતો 2 રૂપિયા

|

Jan 14, 2025 | 6:59 PM

આ કંપનીના શેર એક વર્ષમાં 12 ટકા વધ્યા છે. આ શેરે પાંચ વર્ષમાં 500 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 2 રૂપિયાથી વધીને વર્તમાન કિંમત સુધી પહોંચી ગઈ. કંપનીના શેરનો 52 લઅઠવાડિયાનો હાઈ 21.13 રૂપિયા છે અને 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ 7.90 રૂપિયા છે.

12 રૂપિયાનો આ પાવર શેર ખરીદવા રોકાણકારોની પડાપડી, એક સમયે ભાવ હતો 2 રૂપિયા
Power share

Follow us on

14 જાન્યુઆરીએ ટ્રેડિંગ દરમિયાન રતનઇન્ડિયા પાવર લિમિટેડના શેર ફોકસમાં હતા. ટ્રેડિંગ દરમિયાન કંપનીનો શેર 7 ટકા જેટલો વધીને રૂ.12.06 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સોમવારે કંપનીનો શેર 11.32 રૂપિયા પર બંધ થયો હતો. અગાઉ આ વર્ષે છેલ્લા 10 ટ્રેડિંગ દિવસોમાં તેમાં 12 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં શેર 7 ટકા ઘટ્યો છે. તમને જણાવી દઈએ કે કંપની ટૂંક સમયમાં ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.

કંપનીના શેરની સ્થિતિ

રતનઇન્ડિયા પાવર લિમિટેડના શેર એક વર્ષમાં 12 ટકા વધ્યા છે. આ શેરે પાંચ વર્ષમાં 500 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 2 રૂપિયાથી વધીને વર્તમાન કિંમત સુધી પહોંચી ગઈ. કંપનીના શેરનો 52 લઅઠવાડિયાનો હાઈ 21.13 રૂપિયા છે અને 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ 7.90 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 6,460 કરોડ રૂપિયા છે.

કંપનીનો વ્યવસાય

રતનઇન્ડિયા પાવર લિમિટેડ એ ભારતની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓમાંની એક છે. રતનઇન્ડિયા પાવર લિમિટેડ હાલમાં વીજ ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત છે. તેની પાસે મહારાષ્ટ્ર, ભારતમાં અમરાવતી અને નાસિક ખાતે 2,700 મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા છે.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

શેરબજારની સ્થિતિ

શેરબજારમાં છેલ્લા સતત ચાર દિવસથી ચાલી રહેલો ઘટાડો આજે બંધ થયો. 30 શેરો વાળા BSE સેન્સેટિવ ઇન્ડેક્સ સેન્સેક્સ 169.62 પોઈન્ટ વધીને 76,499.63 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 90.10 પોઈન્ટ વધીને 23,176.05 પર બંધ રહ્યો. બીએસઈની મોટી કંપનીઓની જેમ, મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓના શેરમાં પણ ઘણી ખરીદી જોવા મળી, જેના કારણે મિડ-કેપ 2.13 ટકા વધીને 43,297.88 પોઈન્ટ પર બંધ થયો અને સ્મોલ-કેપ 1.69 ટકા વધીને 43,297.88 પોઈન્ટ પર બંધ થયો.

નોંધ : શેર બજારમાં રોકાણ કરવું એ જોખમોને આધીન છે, તેથી હંમેશા રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

Next Article