Petrol-Diesel Price Today : એક વર્ષમાં પેટ્રોલ 20 રૂપિયા મોંઘુ થયું,જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂ 20.76 નો વધારો થયો છે. 12 જુલાઈ 2020 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલનો રેટ 80.43 રૂપિયા હતો. હાલ દેશના 17 થી વધુ રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે.

Petrol-Diesel Price Today : એક વર્ષમાં પેટ્રોલ 20 રૂપિયા મોંઘુ થયું,જાણો તમારા શહેરના પેટ્રોલ - ડીઝલના લેટેસ્ટ રેટ
Petrol Pump File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 8:32 AM

આજે ફરીથી પેટ્રોલના ભાવ(Petrol-Diesel Price Today)માં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ 28 પૈસા મોંઘુ કરવામાં આવ્યું છે પરંતુ સામે રાહતના એક સમાચાર એક પણ મળી રહ્યા છે કે ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ 101.19 પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ભાવમાં ઘટાડા પછી ડીઝલ 89.72 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશના 17 થી વધુ રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ 17 રાજ્યોની યાદીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદ્દાખ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તમિળનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્હી, પુડુચેરી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

1 વર્ષમાં પેટ્રોલ 20 રૂપિયાથી વધુ મોંઘું થયુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ ફરી એકવાર 76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો થયો છે જ્યારે ઘટાડો ફક્ત 4 વખત થયો છે. માત્ર આ વર્ષ વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 15% નો વધારો થયો છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી ત્યારે ભાવ સ્થિર રહ્યા હતા. માર્ચમાં ત્રણ વખત અને એપ્રિલમાં એકવાર કિંમતમાં કાપ મૂકવામાં આવ્યો હતો. એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂ 20.76 નો વધારો થયો છે. 12 જુલાઈ 2020 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલનો રેટ 80.43 રૂપિયા હતો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

જાણો તમારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ  પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

શહેર           કાલનો રેટ          આજનો રેટ દિલ્લી              100.91           101.19 મુંબઈ            106.93            107.20 કોલકાતા       101.01            101.35 ચેન્નાઇ             101.67            101.92

ડીઝલની કિંમત દેશના ચાર મહાનગરોમાં  આ મુજબ છે

શહેર          કાલનો  રેટ        આજનો  રેટ દિલ્લી          89.88               89.72 મુંબઈ            97.46               97.29 કોલકાતા     92.97               92.81 ચેન્નાઇ          94.39               94.24

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">