Opening Bell : પ્રારંભિક કારોબારમાં ઘટાડો નોંધાયો, આ શેર્સના રોકાણકાર ચિંતામાં મુકાયા
Share Market Opening Bell : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત ફ્લેટ થઈ છે. જોકે કારોબારના ગણતરીના સમયમાં બંને ઇન્ડેક્સ મોટા ઘટાડા તરફ દોરાઈ ગયા હતા.આજે બુધવારે તારીખ 27 સપ્ટેમ્બર 2023 ના રોજ બંને મુખ્ય ઈન્ડેક્સ નજીવા ઘટાડા સાથે લાલ નિશાન નીચે ખુલ્યા હતા.

Share Market Opening Bell : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત ફ્લેટ થઈ છે. જોકે કારોબારના ગણતરીના સમયમાં બંને ઇન્ડેક્સ મોટા ઘટાડા તરફ દોરાઈ ગયા હતા.આજે બુધવારે તારીખ 27 સપ્ટેમ્બર 2023 ના રોજ બંને મુખ્ય ઈન્ડેક્સ નજીવા ઘટાડા સાથે લાલ નિશાન નીચે ખુલ્યા હતા. નિફટી(Nifty Topday)27.65 અંક અથવા
Stock Market Opening Bell (27 September, 2023)
- SENSEX : 65,925.64 −19.83
- NIFTY : 19,637.05 −27.65
આ શેર્સમાં ખુબ વેચાણ થયું ( Sep 27, 2023 9:20AM)
| Company Name | CMP Change Rs.(%) | Volume | Value (Rs. Lakhs) |
| GMR Power and Urban | 34.06 | 3,014,380 | 1,080.66 |
| -1.79 | |||
| (-4.99%) | |||
| Meson Valves India | 220.05 | 561,600 | 1,297.30 |
| -11.55 | |||
| (-4.99%) | |||
| Suzlon Energy | 25.3 | 22,453,900 | 5,833.52 |
| -0.68 | |||
| (-2.62%) | |||
| Vedanta | 216.35 | 474,644 | 1,063.44 |
| -7.7 | |||
| (-3.44%) | |||
| GVK Power & Infra | 10.69 | 9,142,190 | 991.01 |
| -0.15 | |||
| (-1.38%) |
ડૉલર ઇન્ડેક્સ
ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 0.04 ટકા વધીને 106.04 પર ટ્રેડ થયો હતો જ્યારે એક ડૉલરનું મૂલ્ય 83.22 રૂપિયાની નજીક હતું.
FII અને DII
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 26 સપ્ટેમ્બરે રૂ. 693.47 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 26 સપ્ટેમ્બરે રૂ. 714.75 કરોડના શેરો ખરીદ્યા હતા.
આ પણ વાંચો : Eid-E-Milad Holiday : તમારા શહેરમાં ઈદ-એ-મિલાદની રજા ક્યારે છે? જાણો અહેવાલ દ્વારા
આ પાવર કંપનીઓએ રોકાણકારોને માલામાલ બનાવ્યા
ચાલુ નાણાકીય વર્ષની 1 એપ્રિલથી 22 સપ્ટેમ્બરની વચ્ચે પાવર સેક્ટરમાં કાર્યરત કંપની અદાણી પાવરના શેરે 100 ટકા વળતર આપ્યું છે. આ પછી, PSU પાવર કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે કે BHEL એ ચાલુ નાણાકીય વર્ષમાં 77 ટકા વળતર આપ્યું છે. JSW એનર્જી સ્ટોકમાં લગભગ 75 ટકા વળતર જોવા મળ્યું છે. NTPC અને NHPC જેવા PSU શેરોમાં પણ 30 ટકાથી વધુનો વધારો થયો છે. આ સિવાય ટાટા પાવર, એબીબી ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી ગ્રીન એનર્જી, સિમેન્સ સ્ટોકે બે આંકડામાં વળતર આપ્યું છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.