Share market closing bell: ફ્લેટ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને, નિફ્ટી 19664 પર બંધ થયું

Sensex Closing Bell: મંગળવારે દિવસભર શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ રહ્યું હતું. આખરે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 78.22 (0.11%) પોઈન્ટ ઘટીને 65,945.47 પર જ્યારે નિફ્ટી 9.85 (0.05%) પોઈન્ટ ઘટીને 19664 ના સ્તરે બંધ થયો.BSE ના 30 શેરોવાળા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.22 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઘટાડા સાથે 65,945.47 પોઈન્ટ પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 66,078.26 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને નીચે 65,865.63 પર આવ્યો હતો.

Share market closing bell: ફ્લેટ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને, નિફ્ટી 19664 પર બંધ થયું
Share market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 5:56 PM

Stock Market: આજે ચાલુ સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે પણ સ્થાનિક શેરબજારો (Stock markets)નબળા વલણ સાથે બંધ થયા હતા. બંને ફ્રન્ટલાઈન ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં BSE સેન્સેક્સની વાત કરીએ તો BSE સેન્સેક્સ 78 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટીમાં પણ 10 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક બજારોમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.09 ટકા ઘટ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.33 ટકા વધ્યો હતો.

BSE ના 30 શેરોવાળા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.22 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઘટાડા સાથે 65,945.47 પોઈન્ટ પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 66,078.26 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને નીચે 65,865.63 પર આવ્યો હતો.

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 9.85 પોઈન્ટ એટલે કે 0.05 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 19,664.70 પોઈન્ટ પર દિવસનો અંત આવ્યો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 19,699.35ની ઊંચી સપાટીએ પહોંચી અને નીચે 19,637.45 પર આવી.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ પણ વાંચો : Ahmedabad : રખડતા ઢોર મામલે કોર્ટ ઓફ કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી, AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ, જુઓ Video

નેસ્લે ઈન્ડિયા સેન્સેક્સમાં ટોપ ગેનર બની ગયું છે

આજના કારોબારમાં સેન્સેક્સના 15 શેર ગ્રીન નિશાનમાં બંધ થયા છે. નેસ્લે ઈન્ડિયા(Nestlé India), ટાટા સ્ટીલ(Tata Steel), એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ (M&M, Bajaj Finance)અને એચડીએફસી બેન્ક (HDFC Bank) સેન્સેક્સમાં ટોચના 5 ગેનર હતા.

સૌથી વધુ નફો નેસ્લે ઈન્ડિયાના શેર દ્વારા થયો હતો. તેના શેર 1.45 ટકા સુધી વધ્યા હતા. આ ઉપરાંત ટીસીએસ, એનટીપીસી, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, એચયુએલ, રિલાયન્સ અને જેએસડબ્લ્યુ સ્ટીલ વધનારાઓમાં હતા.

આ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો

બીજી તરફ સેન્સેક્સના 15 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. ટેક મહિન્દ્રા(Tech Mahindra), ઈન્ફોસિસ(Infosys), એશિયન પેઈન્ટ્સ(Asian Paints), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)અને કોટક બેંક સેન્સેક્સના ટોપ 5 લુઝર હતા. ટેક મહિન્દ્રાના શેરને સૌથી વધુ નુકસાન થયું છે. તેના શેરમાં 1.30 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, પાવર ગ્રીડ, વિપ્રો, મારુતિ, આઈટીસી અને એચસીએલ ટેકના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">