Online Medicine Ban: શું ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થશે? કેમિસ્ટના આ આક્ષેપે સરકારને વિચારવા મજબુર કરી

Online Medicine Ban: ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સે આ અંગે કેબિનેટ સેક્રેટરીને પત્ર લખ્યો છે. AIOCDએ કેબિનેટના પત્રમાં ઓનલાઈન દવાઓની ખરીદી (Purchase of medicines online)પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કેમિસ્ટ બોડીએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાના વિક્રેતાઓ દવાઓ ખરીદવાના ધોરણોનું યોગ્ય રીતે પાલન કરતા નથી.

Online Medicine Ban: શું ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થશે? કેમિસ્ટના આ આક્ષેપે સરકારને વિચારવા મજબુર કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 7:28 AM

Online Medicine Ban: હવે તમને ઓનલાઈન દવા મંગાવવામાં મુશ્કેલી પડી શકે છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સે આ અંગે કેબિનેટ સેક્રેટરીને પત્ર લખ્યો છે. AIOCDએ કેબિનેટના પત્રમાં ઓનલાઈન દવાઓની ખરીદી (Purchase of medicines online)પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કેમિસ્ટ બોડીએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાના વિક્રેતાઓ દવાઓ ખરીદવાના ધોરણોનું યોગ્ય રીતે પાલન કરતા નથી. જેના કારણે લોકો ઓનલાઈન દવાઓ ખરીદીને પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. આ કારણોસર તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. AIOCD લોકોના જીવનને લઈને ખૂબ જ ચિંતિત છે જેના કારણે તેણે દવાઓની ઓનલાઈન ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કરાયો

પત્રમાં 2018ના દિલ્હી હાઈકોર્ટના આદેશને ટાંકવામાં આવ્યો હતો જેમાં ઈ-ફાર્મસીઓને લાઇસન્સ વગરની દવાઓ ઓનલાઈન વેચવા પર પ્રતિબંધ હતો. આગામી આદેશો સુધી આવા વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવે તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. જો કે, કોર્ટના આદેશો છતાં, ઘણી ઇ-ફાર્મસીઓએ ઓનલાઈન દવાઓનું વેચાણ ચાલુ રાખ્યું હતું. તે જ સમયે, AIOCD એ પણ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે કાર્યરત ઈ-ફાર્મસી 4.5 વર્ષથી વધુ સમયથી દવાઓનું વેચાણ કરી રહી છે.

કંપનીઓ IT ACT નું પાલન કરતી ન હોવાનો આક્ષેપ

AIOCDએ પત્રમાં જણાવ્યું છે કે ઘણી કંપનીઓ પાસે ઓનલાઈન દવાઓ વેચવાનું લાઇસન્સ પણ નથી. તે લાયસન્સ વિના દવા વેચે છે. ઓનલાઈન દવાઓ વેચવા માટે કંપનીઓએ આઈટી એક્ટના નિયમોનું પાલન કરવું પડશે. જે મોટાભાગની કંપનીઓ નથી કરતી. જેના કારણે હાઈકોર્ટે તેની જાહેરાત પર પ્રતિબંધ મુકી દીધો હતો. તાજેતરમાં, ડ્રગ કંટ્રોલરે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 જાણીતી ઓનલાઈન ફાર્મસીઓને નોટિસ ફટકારી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દવાની આખી સ્ટ્રીપ ખરીદવાની  જરૂર રહેશે નહીં

ગ્રાહક બાબતોના મંત્રાલયનું કહેવું છે કે ગ્રાહકોની આ સમસ્યાના ઉકેલ માટે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા પ્લાનમાં આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે કે ગ્રાહકોને ટેબલેટ કે કેપ્સ્યુલના સંપૂર્ણ પાન લેવાની જરૂર નથી. ગ્રાહક તેની જરૂર હોય તેટલી ટેબલેટ ખરીદી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">