AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડુંગળીએ સામાન્ય લોકોને રડાવ્યા! લસણ બાદ હવે ડુંગળીના ભાવમાં થયો વધારો

દેશના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળી બજાર લાસલગાંવ APMC માં સોમવારે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયો હતો.

ડુંગળીએ સામાન્ય લોકોને રડાવ્યા! લસણ બાદ હવે ડુંગળીના ભાવમાં થયો વધારો
Onion Price
| Updated on: Feb 20, 2024 | 2:42 PM
Share

લસણના વધતા ભાવને કારણે સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાયું છે. હવે ડુંગળીના ભાવ વધતા આમ જનતા માટે જીવન મુશ્કેલ બન્યું છે. ડુંગળી પરની નિકાસનો પ્રતિબંધ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળી બજાર લાસલગાંવ APMC માં સોમવારે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ડુંગળીના સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયા

ગઈકાલે સોમવારે 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયો હતો. જેમાં મિનિમમ ભાવ 1,000 રૂપિયા અને મહત્તમ ભાવ 2,100 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 11 ડિસેમ્બર, 2023 ના રોજ જાહેરાત કરી હતી કે સ્થાનિક ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળી મળી રહે તે માટે 8 ડિસેમ્બર, 2023 થી 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી ચાલુ રહેશે

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સામાન્ય લોકો અને ખેડૂતો બંનેના હિતમાં જરૂરી પગલાં લેવા માટે ડુંગળીના પાકની ઉપલબ્ધતા અને ભાવ પર નજર રાખી રહી છે. ભાવ સ્થિરતા માટે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી ચાલુ રહેશે જેથી તેઓને પણ નુકસાન થાય નહીં.

ડુંગળીના ભાવ આગામી દિવસોમાં વધી શકે

ડુંગળીના સરકારી ભાવની વાત કરીએ તો 18 ફેબ્રુઆરીના રોજ ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઇટ પર સરેરાશ ભાવ એક કિલોના 29.83 રૂપિયા હતા. જે 19 ફેબ્રુઆરીના રોજ 32.26 રૂપિયા પર પહોંચ્યા હતા. એટલે કે 24 કલાકમાં જ ડુંગળીની સરેરાશ ભાવમાં કિલો દીઠ 2.43 રૂપિયાનો વધારો થયો હતો. જાણકારોના મતે ડુંગળીના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે.

આ પણ વાંચો : તમે તમારા બાળકો માટે પોલિસી લેવાનું વિચારો છો તો કામના સમાચાર, LIC એ લોન્ચ કર્યો અમૃતબાલ પ્લાન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશમાં લસણના ભાવ 550 રૂપિયાથી વધારે થયા હતા અને ઘણા શહેરોમાં લસણના ભાવમાં વધારો થયો હતો. ઉત્તર પ્રદેશમાં લસણના ભાવ 500-550 રૂપિયા પ્રતિ કિલો છે. જથ્થાબંધ બજારમાં સારી ગુણવત્તાનું લસણ 220 થી 240 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">