AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માર્કેટમાં ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોનો ભરોસો કાયમ : ઓગસ્ટમાં SIP રોકાણ ₹32,297 કરોડના ઓલ ટાઈમ હાઈ પર

શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓગસ્ટ 2026માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કુલ AUM ₹87.08 લાખ કરોડને પાર પહોંચ્યું છે. માસિક SIP રોકાણ ₹32,297 કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે, જેમાં સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સમાં રોકાણકારોએ સૌથી વધુ રસ દાખવ્યો છે.

માર્કેટમાં ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોનો ભરોસો કાયમ : ઓગસ્ટમાં SIP રોકાણ ₹32,297 કરોડના ઓલ ટાઈમ હાઈ પર
| Updated on: Sep 10, 2026 | 5:01 PM
Share

ઇક્વિટી માર્કેટમાં ચાલી રહેલી વધ-ઘટ છતાં રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ પર ભરોસો અકબંધ છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં સૌથી વધુ રોકાણ આવ્યું છે, જ્યારે લાર્જકેપ ફંડ્સમાંથી આઉટફ્લો (નાણાં પાછા ખેંચવા) જોવા મળ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા ગુરુવાર (10સપ્ટેમ્બર)ના રોજ ઓગસ્ટ મહિનાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન SIP મારફતે રેકોર્ડ ઇનફ્લો નોંધાયો છે.

ઓગસ્ટમાં ₹41,000 કરોડથી વધુનો ઇનફ્લો

જાહેર કરાયેલા આંકડા મુજબ, ઓગસ્ટમાં તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા કુલ 14.09 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રોકાણકારોએ 13.68 લાખ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. એટલે કે ઓગસ્ટમાં નેટ ઇનફ્લો 41,353.60 કરોડ રૂપિયા રહ્યો હતો. ફંડામેન્ટલ એનાલિસ્ટે જણાવ્યું કે, સામાન્ય રીતે બજારમાં ઘટાડા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં આવતું રોકાણ ઘટી જતું હોય છે, પરંતુ આ વખતે એવું બન્યું નથી. આ બાબત દર્શાવે છે કે રોકાણકારોએ ગભરાવાને બદલે ઘટાડાનો ઉપયોગ રોકાણની તક તરીકે કર્યો છે.

લાર્જકેપમાંથી ઉપાડ, મિડ-સ્મોલકેપમાં ભારે રોકાણ

સ્મોલકેપ ફંડ્સમાં સૌથી વધુ 7,973.33 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો રહ્યો હતો. જ્યારે મિડકેપ ફંડ્સમાં 6,989.40 કરોડ રૂપિયા, ફ્લેક્સી કેપમાં 5,059.42 કરોડ રૂપિયા, લાર્જ એન્ડ મિડકેપમાં 3,872.79 કરોડ રૂપિયા અને મલ્ટિકેપ ફંડ્સમાં 3,732.77 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું.

બીજી તરફ, લાર્જકેપ ફંડ્સમાંથી 1,147.36 કરોડ રૂપિયા અને ELSS સ્કીમ્સમાંથી 1,078.32 કરોડ રૂપિયાનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સમાંથી 133.57 કરોડ રૂપિયા અને સેક્ટોરલ ફંડ્સમાંથી 53.19 કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા.

SIPના રેકોર્ડબ્રેક આંકડા

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ઓગસ્ટ 2026માં 87.08 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં કુલ ફોલિયોની સંખ્યા 28.35 કરોડ રહી હતી. આ સમયગાળા દરમિયાન SIP દ્વારા આવતી રકમ પણ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. SIP મારફતે રેકોર્ડ 32,297 કરોડ રૂપિયાનું રોકાણ થયું, જે જુલાઈમાં 31,961 કરોડ રૂપિયા હતું. જ્યારે ઓગસ્ટ 2025ના 28,265 કરોડ રૂપિયાની સરખામણીએ આ આંકડો આશરે 14 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 5 મહિનામાં SIP મારફતે કુલ રોકાણ 1.58 લાખ કરોડ રૂપિયાથી આગળ નીકળી ગયું છે.

ઓપન એન્ડેડ સ્કીમ્સમાં કેટલું રોકાણ આવ્યું?

ઓગસ્ટના અંતે દેશમાં કુલ 1,935 ઓપન એન્ડેડ સ્કીમ્સ હતી, જેનું કુલ AUM 86.92 લાખ કરોડ રૂપિયા અને ફોલિયોની સંખ્યા આશરે 28.31 કરોડ રહી હતી. ઓપન એન્ડેડ સ્કીમ્સમાં 42,466.09 કરોડ રૂપિયાનું નેટ રોકાણ આવ્યું હતું. તેની સરખામણીએ ક્લોઝ એન્ડેડ સ્કીમ્સમાંથી 1,112.38 કરોડ રૂપિયા અને ઇન્ટરવલ સ્કીમ્સમાંથી 11 લાખ રૂપિયાનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો.

ઇક્વિટી ફંડ્સમાં આવ્યા ₹29,329 કરોડ

ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સમાં ઓગસ્ટ દરમિયાન કુલ 73,614.07 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું, જ્યારે 44,285.45 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ રીતે ઇક્વિટી ફંડ્સને 29,328.62 કરોડ રૂપિયાનું નેટ રોકાણ મળ્યું હતું. ઓગસ્ટના અંતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એસેટ 39.21 લાખ કરોડ રૂપિયા રહી હતી. આ કેટેગરીમાં 579 સ્કીમ્સ અને આશરે 18.92 કરોડ ફોલિયો હતા.

ETF અને ઇન્ડેક્સ ફંડ્સની સ્થિતિ કેવી રહી?

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં ઓગસ્ટ દરમિયાન 10,160.87 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો રહ્યો હતો. આ કેટેગરીની કુલ એસેટ 11.97 લાખ કરોડ રૂપિયા અને ફોલિયોની સંખ્યા આશરે 3.97 કરોડ રહી હતી. ઇક્વિટી ETFમાં 7,237.49 કરોડ રૂપિયા આવ્યા હતા. ગોલ્ડ ETFમાં 2,596.70 કરોડ રૂપિયા અને સિલ્વર ETFમાં 1,270.63 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. બીજી તરફ ડેટ ETFમાંથી 944.97 કરોડ રૂપિયા નીકળ્યા હતા. ઇન્ડેક્સ ફંડ્સમાં કુલ 787.49 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો જોવા મળ્યો હતો. જેમાં ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સમાં 2,392.87 કરોડ રૂપિયા આવ્યા હતા, જ્યારે ડેટ ઇન્ડેક્સ ફંડ્સમાંથી 1,609.58 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

ઓગસ્ટમાં NFO દ્વારા કેટલી રકમ એકત્ર કરાઈ?

ઓગસ્ટ મહિનામાં કુલ 26 નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ (NFO) મારફતે 7,110 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં છ નવી ઇક્વિટી સ્કીમ્સે 3,051 કરોડ રૂપિયા અને બે હાઇબ્રિડ સ્કીમ્સે 848 કરોડ રૂપિયા મેળવ્યા હતા. ત્રણ નવી ડેટ સ્કીમ્સમાં 1,647 કરોડ રૂપિયા આવ્યા હતા. ચાર ઇન્ડેક્સ ફંડ્સે 355 કરોડ રૂપિયા અને 11 નવા ETF દ્વારા 209 કરોડ રૂપિયા એકત્ર કરાયા હતા.

નવી સ્કીમ્સમાં SBI બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડે 1,818 કરોડ રૂપિયા અને બંધન કોન્ટ્રા ફંડે 1,711 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ ઉપરાંત DSP ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટોરલ ડેટ ફંડમાં 563 કરોડ રૂપિયા અને બરોડા BNP પારિબા સર્વિસિસ ફંડમાં 592 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું.

ડિસ્ક્લેમર:

આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

એક જ બેંકમાં બે સેવિંગ્સ એકાઉન્ટ રાખવા યોગ્ય છે કે નહીં? ખાતું ખોલાવતા પહેલાં સમજી લો ફાયદા અને નુકસાન

Follow Us
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ
અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ
સૌરાષ્ટ્રનાં રાજકારણની સાથે સોશિયલ મીડિયામાં જયેશ રાદડીયા ફરી ચર્ચામાં
સૌરાષ્ટ્રનાં રાજકારણની સાથે સોશિયલ મીડિયામાં જયેશ રાદડીયા ફરી ચર્ચામાં
Breaking News : દર્દીઓને લેબ રિપોર્ટ માટે ધક્કા નહી ખાવા પડે
Breaking News : દર્દીઓને લેબ રિપોર્ટ માટે ધક્કા નહી ખાવા પડે
ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બામાં રૂ.50નો વધારો
ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બામાં રૂ.50નો વધારો
આજનું રાશિફળ : નોકરીમાં વધશે દબદબો, વેપારમાં મળશે નવી ડીલ અને ધનલાભ
આજનું રાશિફળ : નોકરીમાં વધશે દબદબો, વેપારમાં મળશે નવી ડીલ અને ધનલાભ
ભાડૂઆતો અને મકાન માલિકો માટે મોટા ફેરફારો, જુઓ Video
ભાડૂઆતો અને મકાન માલિકો માટે મોટા ફેરફારો, જુઓ Video
બજારમાં આવ્યો AI કેમેરા વાળો ટૂથબ્રશ, જુઓ Video
બજારમાં આવ્યો AI કેમેરા વાળો ટૂથબ્રશ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">