ઓપરેશન સિંદૂર પર મુકેશ અંબાણીએ ભારતીય સેના અને PM મોદી વિશે કહી આ મોટી વાત- વાંચો
ઓપરેશ સિંદૂર પર મુકેશ અંબાણીએ ભારતીય સેનાની બહાદૂરીને સલામ કરતા કહ્યુ કે દેશ આતંકવાદ સામે એકજૂટ અને અડગ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વની સરાહના કરી અને કહ્યુ ભારત તેની ગરિમા, સુરક્ષા અમે સંપ્રભુતા સાથે કોઈ સમજૂતિ નહીં કરે.

ભારતીય સશસ્ત્ર દળો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમર્થન આપતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ઓપરેશન સિંદૂર પર એક ભાવનાત્મક નિવેદન જારી કર્યુ છે. આ ઓપરેશન સીમા પાર થઈ રહેલી ઉશ્કેરણીની કાર્યવાહીનો નિર્ણાયક જવાબ છે. જેમણે દેશભરમાં એકજૂટતા અને નવી ભાવનાને જન્મ આપ્યો છે. અંબાણીના શબ્દ દેશના કરોડો નાગરિકોની ભાવનાની સાચી અભિવ્યક્તિ છે. જે આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે.
શું કહ્યુ મુકેશ અંબાણીએ?
“ઓપરેશન સિંદૂર માટે અમને અમારી ભારતીય સેના પર અત્યંત ગર્વ છે. આતંકવાદ સામે દેશ સંપૂર્ણ રીતે એકજૂટ છે. સાથે જ આપણી ઈચ્છાશક્તિ દૃઢ અને ઈરાદાઓ અડગ છે. પીએમ મોદીના સાહસિક અને નિર્ણાયક નેતૃત્વમાં ભારતીય સેનાએ સીમા પારથી થઈ રહેલી ઉશ્કેરણીનો સટીક અને પુરી તાકાતથી જવાબ આપ્યો છે.
પીએમ મોદીનુ નેતૃત્વ આ સંદેશ આપે છે કે ભારત આતંક સામે ક્યારેય ચૂપ નહીં રહે. અમારી માતૃભૂમિ, અમારા નાગરિકો કે દેશની રક્ષા કરનારા અમારા બહાદુર જવાનો પર કોઈપણ પ્રકારના હુમલાને ભારત સહન નહીં કરે. છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ એ સ્પષ્ટ કરી ચૂકી છે કે અમારી શાંતિને પડકારનારા તમામ પ્રયાસોનો જવાબ નક્કર અને નિર્ણાયક કાર્યવાહી સાથે આપવામાં આવશે.
રિલાયન્સ પરિવાર દેશની એક્તા અને અખંડતાની રક્ષા માટે લેવાયેલા દરેક નિર્ણયમાં પુરો સહયોગ કરવા તૈયાર છે. અમે કરોડો ભારતીયો માનીએ છીએ કે ભારત શાંતિ ઈચ્છે છે. પરંતુ પોતાની ગરિમા, સુરક્ષા અને સાર્વભૌમત્વના ભોગે નહીં.
રિલાયન્સ પરિવાર રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવેલા દરેક પગલાને સંપૂર્ણ સમર્થન આપવા તૈયાર છે. લાખો ભારતીયોની જેમ, અમે માનીએ છીએ કે ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ તેની ગરિમા, સુરક્ષા અને સાર્વભૌમત્વના ભોગે નહીં.”
જય હિંદ! જય હિંદ કી સેના!
મુકેશ અંબાણીનું આ નિવેદન માત્ર એક કોર્પોર્ટ પ્રતિક્રિયા નથી. પરંતુ સમગ્ર દેશની સામૂહિક ભાવના, દૃઢ સંકલ્પ અને રાષ્ટ્રીય એક્તાની ઝલક છે. જ્યારે દેશ એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચે છે તો તેની આ અવાજ એ ભરોસાને મજબૂત કરે છે કે શાંતિ, સુરક્ષા અને અમારી સેનાની પ્રતિષ્ઠા જ ભારતની અસલી તાકાત છે.
