AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીની નવી કંપની FTSE ઇન્ડેક્સમાંથી થશે બહાર, જાણો શા માટે ?

મુકેશ અંબાણી 28 ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં નવી કંપનીના લિસ્ટિંગની તારીખની જાહેરાત કરશે. આ નવી કંપનીના શેરની કિંમત રૂ. 261.85 નક્કી કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીની નવી કંપની FTSE ઇન્ડેક્સમાંથી થશે બહાર, જાણો શા માટે ?
Jio Financial FTSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 1:17 PM
Share

મુકેશ અંબાણીની નવી કંપની Jio Financial Servicesને FTSE ઓલ-વર્લ્ડ ઈન્ડેક્સ, FTSE MPF ઓલ-વર્લ્ડ ઈન્ડેક્સ, FTSE ગ્લોબલ લાર્જ કેપ ઈન્ડેક્સ અને FTSE ઇમર્જિંગ ઈન્ડેક્સમાંથી 22 ઓગસ્ટથી ડિલિસ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ Jio ફાયનાન્સિયલ સર્વિસને ડી-મર્જ કરી હતી, પરંતુ કંપનીએ હજુ સુધી લિસ્ટિંગની તારીખ જાહેર કરી નથી અને બિઝનેસ શરૂ કરવાનો સંકેત આપ્યો નથી.

આ પણ વાંચો : Mukesh Ambani એ Reliance ના રોકાણકારોને આપી ભેટ, Jio Financial Services ના શેર ટૂંક સમયમાં લિસ્ટ થશે

ગ્લોબલ ઈન્ડેક્સ એગ્રીગેટર FTSE એ જણાવ્યું હતું કે Jio Financial Services એ 20 કામકાજના દિવસો પછી ટ્રેડિંગ શરૂ કર્યું નથી અને કોઈ ફર્મ લિસ્ટિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કંપનીને ઈન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે.

28 ઓગસ્ટના રોજ જાહેરાત

Jio ફાઇનાન્સિયલ સર્વિસિસ, જે અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખાતી હતી. તેના લિસ્ટિંગ પછી, કંપની બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ પછી ત્રીજી સૌથી મોટી NBFC હશે. એવી અપેક્ષા છે કે ચેરમેન મુકેશ અંબાણી 28 ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં લિસ્ટિંગની તારીખની જાહેરાત કરશે. આ નવી કંપનીના શેરની કિંમત રૂ. 261.85 નક્કી કરવામાં આવી હતી.

સંયુક્ત સાહસની જાહેરાત

તાજેતરમાં જિયો ફાઇનાન્સિયલે અમેરિકાની અગ્રણી એસેટ મેનેજમેન્ટ ફર્મ BlackRock Inc સાથે સંયુક્ત સાહસ માટે કરાર કર્યો છે. આ સંયુક્ત સાહસમાં, Blackrock Inc 50 ટકા હિસ્સો ધરાવશે અને Jio Financial Services (ZFS) પાસે 50 ટકા સમાન હિસ્સો હશે. બ્લેકરોકે વર્ષ 2018માં ભારતથી દૂરી કરી લીધી હતી. હવે 5 વર્ષ પછી કમબેક કરી રહી છે.

કંપનીનું માર્કેટ કેપ કેટલું છે?

Jio Financial Servicesનું માર્કેટ કેપ 1.66 લાખ કરોડ રૂપિયા છે. મૂલ્યાંકનની દ્રષ્ટિએ, કંપની તેના ક્ષેત્રની બીજી સૌથી મોટી કંપની છે. તાજેતરમાં જ Jio Financial Services એ BlackRock સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને ટેકો મળે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">