Mukesh Ambani એ ચાઈનીસ કંપની સાથે હાથ મિલાવ્યા, ચીનની જાણીતી કંપની ભારતમાં સસ્તા કપડાં બનાવશે અને વેચશે

|

Jun 22, 2023 | 7:19 AM

ચીનની એક ઓનલાઈન ફાસ્ટ ફેશન બ્રાન્ડ ભારતમાં ફરી પાછી ફરવા જઈ રહી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(MukeshAmbani)ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) આ માટે એક મોટી લાઈસન્સ ડીલ કરી છે. વળતરની સાથે સાથે બ્રાન્ડ ભારતમાં 25,000 થી વધુ નાના અને મધ્યમ કદના સ્થાનિક સપ્લાયરોને ઉત્પાદન સહાય અને તાલીમ પણ આપશે.

Mukesh Ambani એ ચાઈનીસ કંપની સાથે હાથ મિલાવ્યા, ચીનની જાણીતી કંપની ભારતમાં સસ્તા કપડાં બનાવશે અને વેચશે

Follow us on

ચીનની એક ઓનલાઈન ફાસ્ટ ફેશન બ્રાન્ડ ભારતમાં ફરી પાછી ફરવા જઈ રહી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(MukeshAmbani)ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) આ માટે એક મોટી લાઈસન્સ ડીલ કરી છે. વળતરની સાથે સાથે બ્રાન્ડ ભારતમાં 25,000 થી વધુ નાના અને મધ્યમ કદના સ્થાનિક સપ્લાયરોને ઉત્પાદન સહાય અને તાલીમ પણ આપશે. લગભગ 3 વર્ષ પહેલા ભારતની બહાર રહેલી ચીનની ‘શીન’ બ્રાન્ડ હવે ભારતમાં કમબેક કરી રહી છે. રિલાયન્સ સાથે લાયસન્સ ડીલ અનુસાર તે કંપનીના ઘરેલુ કારોબારની એકમાત્ર માલિક હશે જ્યારે સિંગાપોર(Singapore)માં મુખ્ય મથક ધરાવતી ‘શીન’ વિશ્વમાં નિકાસ કરતી વખતે 25,000થી વધુ સપ્લાયરોની મદદથી દેશમાં જ કપડાંનું ઉત્પાદન કરશે.

‘શીન’ તેના પ્લેટફોર્મ પર વેચાણ વધારશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ અને શીનની આ ડીલ તેને વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા બજારમાં ગ્રાહકોની માંગને પહોંચી વળવાની અને વેચાણમાંથી કમાણી કરવાની તક આપશે. તે જ સમયે, તે કંપનીને તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર મેડ-ઈન-ઈન્ડિયા સામાનના વેચાણનો હિસ્સો વધારવાની પણ મંજૂરી આપશે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શીનનું પગલું ભારતમાંથી રૂ. 50,000 કરોડની નિકાસમાં વધુ વધારો કરશે કારણ કે ભારત પાસે શીનની વૈશ્વિક માંગના એક ચતુર્થાંશને પહોંચી વળવાની ક્ષમતા છે. જોકે, આ સમાચાર અંગે રિલાયન્સ અને શીન તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર

આ પણ વાંચો: પીએમ મોદીએ ટેસ્લાના CEO એલન મસ્ક સાથે કરી મુલાકાત-જુઓ Video

સરકારે ચાઈનીઝ એપ બંધ કરી દીધી હતી

‘શીન’ તે ચીની એપમાંથી એક હતી જેને ભારત સરકારે 2020માં બંને દેશો વચ્ચેના તણાવની સ્થિતિમાં પ્રતિબંધિત કરી દીધી હતી. ‘શીન’ ભલે ચીનની કંપની હોય પરંતુ તે ત્યાં એક પણ પ્રોડક્ટ વેચતી નથી. વર્ષ 2021માં તેણે પોતાનું હેડક્વાર્ટર પણ સિંગાપુર શિફ્ટ કર્યું છે. ‘શીન’ કહે છે કે તેની એપનો તમામ ડેટા અને ઓપરેશન ભારતમાં જ સ્ટોર કરવામાં આવશે. રિલાયન્સ સાથેના સોદામાં કોઈ ઈક્વિટી ગેમ નહીં હોય પણ ‘શીન’ તેના માટે લાઇસન્સ ફી ચૂકવશે.

આ પણ વાંચો : શેરબજારમાં તેજીની ભારે અસર, રોકાણકારોએ રૂ. 36,201,963,600,000ની કરી કમાણી, જાણો કઈ કંપનીએ કેટલો કર્યો નફો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article