વિશ્વની સૌથી મોટી EV નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ નિર્ણય લેવામાં આવ્યો કે હવે મેક ઈન ઈન્ડિયા ટેસ્લા માટે દેશને વધુ રાહ જોવી નહીં પડે. આ વાતની પુષ્ટિ ખુદ ઈલોન મસ્કે કરી છે. તેણે પોતે મંગળવારે કહ્યું હતું કે તે ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવા માંગે છે.