ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ કારણે ભારતની ચિંતા માં પણ વધારો થઇ રહ્યો છે, કારણ કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો ખુબ સારા છે, અને બંને દેશો વચ્ચેનો વેપાર પણ ઘણો મોટો છે. ભારત માટે આ યુદ્ધ એટલા માટે ચિંતા વધારી રહ્યુ છે કારણ કે 300 થી વધુ ઇઝરાયેલની કંપનીઓ ભારતમાં રોકાણ ધરાવે છે, તેથી ભારત દર વર્ષે ઇઝરાયેલમાં લગભગ 3500 પ્રકારના માલની નિકાસ કરે છે.
એક તરફ ભારત ઈઝરાયેલમાં ફસાયેલા પોતાના નાગરિકોને લઈને ચિંતિત છે તો બીજી તરફ આ યુદ્ધને કારણે અબજો ડોલરના વેપારને અસર થવાની આશંકા છે. ભારત અને ઇઝરાયલ બંને લાંબા સમયથી એકબીજાના વ્યૂહાત્મક અને વેપારી મિત્રો છે અને મુક્ત વેપાર કરારો પર અનેક રાઉન્ડની વાતચીત પણ કરી છે.
ઇઝરાયેલ માટે, ભારત એશિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે, જ્યારે ભારત ઇઝરાયેલને મોટી માત્રામાં નિકાસ કરે છે. એટલું જ નહીં, ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીયો બાંધકામ અને નર્સિંગ ક્ષેત્રે કામ કરે છે. હાલમાં 40,000 થી વધુ ભારતીયો ઇઝરાયેલના વિવિધ વિસ્તારોમાં કામ કરે છે.
આ પણ વાંચો : India Imports from Israel : ઈઝરાયેલ હમાસ યુદ્ઘથી ભારતને થશે અસર? જાણો ભારત ઈઝરાયેલ પાસેથી કઈ કઈ વસ્તુની કરે છે આયાત
જો ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વેપાર સંબંધોની વાત કરીએ તો ઈઝરાયેલની 300થી વધુ કંપનીઓએ ભારતમાં રોકાણ કર્યું છે. ઇઝરાયેલથી ભારતમાં FDI 285 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ભારતીય પ્રોજેક્ટ્સમાં ઇઝરાયેલનું રોકાણ $270 મિલિયનને પાર કરી ગયું છે.
આપણે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની આયાત અને નિકાસની વાત કરીએ તો , ગત નાણાકીય વર્ષ 2022-23માં ભારતે ઇઝરાયેલથી લગભગ 1400 પ્રકારના માલની આયાત કરી હતી. આમાં મોતી, રત્ન અને ઝવેરાત, ખાતર, ઇલેક્ટ્રોનિક ઘટકો અને ક્રૂડ વગેરેનો સમાવેશ થાય છે. આ વેપાર લગભગ 2.32 અબજ ડોલરનો છે.
બીજી તરફ ભારતે ઈઝરાયેલમાં લગભગ 3500 વસ્તુઓની નિકાસ કરી હતી. તે 2022-23માં લગભગ $8.45 બિલિયન હશે. ભારત ઈઝરાયેલને હીરા, જ્વેલરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ સામાન સપ્લાય કરે છે. બંને દેશો 2022થી મુક્ત વેપાર કરાર અંગે એકબીજા સાથે વાત કરી રહ્યા છે.