AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: ખાદ્ય તેલ થયું થોડુંક સસ્તું, પણ ગયા વર્ષ કરતાં હજુ મોંઘું

વૈશ્વિક માર્કેટમાં ખાવાના તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ભારતીય માર્કેટમાં તેની નજીવી અસર જોવા મળી છે. ખાદ્ય તેલ ઉત્પાદકોએ લિટરે 15 રૂપિયા સુધીનો ભાવ ઘટાડ્યો તો છે, છતાં ભાવ હજુ ગયા વર્ષ કરતાં ઊંચા છે.

MONEY9: ખાદ્ય તેલ થયું થોડુંક સસ્તું, પણ ગયા વર્ષ કરતાં હજુ મોંઘું
edible oil prices cooling down
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 20, 2022 | 4:23 PM
Share

MONEY9: ખાદ્ય તેલ (EDIBLE OIL)ના ભાવ ઘટવાના સમાચાર વાંચીને જો તમે હરખાઈ ગયા હોવ તો જરાક થોભી જજો, કારણ કે, આ ઘટાડો તમારા ખિસ્સાને રાહત આપનારો નથી. લિટરે થયેલો 15 રૂપિયાનો ઘટાડો તમારા બજેટ પર ખાસ અસર નહીં પાડે, કારણ કે ગયા વર્ષ કરતાં તો ભાવ (INFLATION) હજુ પણ વધારે જ છે.

નરી આંખે ન દેખાતી મોંઘવારી સરસવનું તેલ હોય કે સોયાનું, પામ હોય કે મગફળી. આમાંથી એકેય તેલનો ભાવ ઘટીને ગયા વર્ષના લેવલ સુધી પહોંચે તેવી કોઈ શક્યતા દેખાતી નથી તો પછી બે વર્ષ પહેલાંના ભાવ સાથે સરખામણી તો કરવી જ રહી. ખાવાના તેલમાં જે મોંઘવારી છે તે નરી આંખે કે આંકડાકીય રીતે ઘટવાની નથી.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ તૂટ્યો આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઈલનો ભાવ તૂટ્યો અને આયાત જકાત ઘટાડ્યા પછી ભારતમાં ખાદ્ય તેલના ભાવ ઓછા થાય તે માટે સરકારે ખાદ્ય તેલ બનાવતી કંપનીઓને કિંમતો તાત્કાલિક ઓછી કરવાની સૂચના આપી હતી.

ભારતની આયાત આપણે ખાવાના તેલની 60થી 65 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરીએ છીએ અને છેલ્લા એક મહિનામાં વિદેશના બજારોમાં ખાવાના તેલના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. અરે.., ખાદ્યતેલ માર્કેટના પ્રતિનિધિઓએ જ ગયા સપ્તાહે સરકારને જણાવ્યું હતું કે, એક મહિનામાં પ્રતિ ટન ભાવ 300થી 450 ડૉલર ઘટ્યા છે. રૂપિયામાં જોઈએ તો, એક કિલોએ ભાવ 24થી 36 રૂપિયા ઘટ્યો કહેવાય.

ભારતમાં ઓછો ઘટાડો થયો જોકે, છેલ્લા એક મહિનામાં ભારતીય માર્કેટમાં તેલના ભાવમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ઉદ્યોગજગતનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવમાં થયેલા ઘટાડાની અસર તાત્કાલિક નહીં, પરંતુ ધીમે ધીમે જોવા મળશે. એટલે કે, રિટેલ માર્કેટમાં ભાવ ઘટવાનું શરૂ થતાં હજુ વાર લાગી શકે છે.

તેલનું ઉત્પાદન હવે ભારતમાં તેલના ઉત્પાદનની પણ વાત કરીએ. દેશમાં તેલીબિયાંની ખેતીમાં થયેલો ઘટાડો ચિંતાજનક છે. જે રાજ્યોમાં તેલીબિયાંનું ઉત્પાદન થાય છે, ત્યાં વરસાદે મોડું કરતાં ખરીફ તેલીબિયાંના વાવેતરમાં 20 ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે. ખાસ તો સોયાબીન અને મગફળીની ખેતી પર વધારે અસર પડી છે. જો આ સ્થિતિ વહેલી તકે નહીં સુધરે તો ખાદ્ય તેલના બજારમાં મોંઘવારીની આગ ફેલાતી જશે.

અન્ય દેશોમાં ઉત્પાદન આમ તો આપણે મહત્તમ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરીએ છીએ એટલે ભારત કરતાં અન્ય દેશોમાં સારું ઉત્પાદન થાય તે વધુ જરૂરી છે. આ મોરચે થોડા રાહતના સમાચાર છે, કારણ કે દુનિયાભરમાં આ વર્ષે ખાદ્ય તેલનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે. અમેરિકન કૃષિ વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આ વર્ષે દુનિયામાં 21.77 કરોડ ટન ખાદ્ય તેલનું ઉત્પાદન થશે, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 3 ટકા વધુ હશે અને અત્યાર સુધીનું સર્વોચ્ચ ઉત્પાદન હશે. આ વર્ષે તમામ મુખ્ય તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન રેકોર્ડબ્રેક રહેવાનો અંદાજ છે.

રિટેલ માર્કેટમાં ભાવ ઘટે તે જરૂરી છે વૈશ્વિક સપ્લાયને લઈને તો અત્યારે ચિંતા નથી અને વૈશ્વિક સ્તરે સારું ઉત્પાદન થવાથી ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે, ભારતીય ગ્રાહકોને ત્યારે જ રાહત મળશે, જ્યારે સ્થાનિક રિટેલ માર્કેટમાં પણ વૈશ્વિક બજારની જેમ ભાવ ઘટશે.

Follow Us
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
g clip-path="url(#clip0_868_265)">